ચુકાદો/ હિજાબ પર પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટના જજો વચ્ચે મતભેદ,હવે મોટી બેંચમાં થશે સુનાવણી

કર્ણાટક હાઈકોર્ટે આ વર્ષે 15 માર્ચે ઉડુપીની સરકારી પ્રી યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધી હતી, જેમાં વર્ગમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગવામાં આવી હતી

Top Stories India
4 19 હિજાબ પર પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટના જજો વચ્ચે મતભેદ,હવે મોટી બેંચમાં થશે સુનાવણી

કર્ણાટક હાઈકોર્ટે આ વર્ષે 15 માર્ચે ઉડુપીની સરકારી પ્રી યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધી હતી, જેમાં વર્ગમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હિજાબ ઇસ્લામનો આવશ્યક ભાગ નથી. આ નિર્ણયને ઘણા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.સુપ્રીમ કોર્ટમાં આજે જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો હતો. 10 દિવસની મેરેથોન સુનાવણી બાદ 22 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. બંને ન્યાયાધીશોએ જુદા જુદા ચુકાદાઓ લખ્યા છે. જોકે, ચુકાદો સાંભળ્યા બાદ જ ખબર પડશે કે બંનેનો નિર્ણય અલગ છે કે સર્વસંમતિથી  છે ,હવે આ ચુકાદો મોટી બેંચમાં જશે.

કર્ણાટક હિજાબ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ ચુકાદો આપી શકી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટના બંને જજોના અભિપ્રાય અલગ-અલગ હતા. જે બાદ મામલો મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. હવે હિજાબ કેસની સુનાવણી ત્રણ જજોની બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ગુપ્તાએ કહ્યું કે અમારા અલગ-અલગ વિચારોને કારણે અમે આ મામલો ચીફ જસ્ટિસને મોકલી રહ્યા છીએ, જેથી તેઓ મોટી બેંચની રચના કરી શકે. જ્યારે તેમણે આ અરજી સામે પોતાનો ચુકાદો આપ્યો ત્યારે જસ્ટિસ ધુલિયાનો મત અલગ હતો.

ઉલ્લેખનીય છે કે  સુપ્રીમ કોર્ટે આ મામલે 10 દિવસ સુધી સુનાવણી કરી હતી. જે બાદ 22 સપ્ટેમ્બર 2022ના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ત્યારથી હિજાબ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.