સુપ્રીમ કોર્ટ/ દિલ્હી સરહદો પર રસ્તાઓ બંધ કરવા અંગે ખેડૂતોની અરજીનો નિકાલ

સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની સરહદો પર નાકાબંધી હટાવવાની માંગ કરતી અરજીનો નિકાલ કર્યો હતો, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂતો પાછા ગયા છે અને હવે આ મામલે વિચાર કરવાનો કોઈ અર્થ નથી

Top Stories India
7 8 દિલ્હી સરહદો પર રસ્તાઓ બંધ કરવા અંગે ખેડૂતોની અરજીનો નિકાલ

સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની સરહદો પર નાકાબંધી હટાવવાની માંગ કરતી અરજીનો નિકાલ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂતો પાછા ગયા છે અને હવે આ મામલે વિચાર કરવાનો કોઈ અર્થ નથી. જસ્ટિસ એસ કે કૌલ અને એમએમ સુંદરેશની બેંચ સમક્ષ જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે બેન્ચે અરજદારને કહ્યું, “હવે તમે મુક્ત છો, ગમે ત્યાં જાઓ, કોઈ સમસ્યા નથી.”

આ અરજી નોઈડાની રહેવાસી મોનિકા અગ્રવાલે દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે નાકાબંધીને કારણે દિલ્હી બોર્ડર પર સ્થિત યુપી ગેટ પર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે અરજીમાં કહ્યું હતું કે અગાઉ દિલ્હી પહોંચવામાં 20 મિનિટનો સમય લાગતો હતો, પરંતુ નાકાબંધીને કારણે બે કલાકનો સમય લાગી રહ્યો છે. મોનિકાએ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો અને વિનંતી કરી હતી કે આવા નિર્દેશો આપવામાં આવે જેથી કરીને આવી સ્થિતિ ફરી ન બને.

જો કે, ખંડપીઠે કોઈ નિર્દેશ જારી કર્યો ન હતો અને અરજીનો નિકાલ એમ કહીને કર્યો હતો કે આ મુદ્દો હવે જાળવી શકાય તેમ નથી. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર એક વર્ષથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો હવે કાયદો પાછો ખેંચી લીધા બાદ પરત ફર્યા છે. અગાઉની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ તેઓ રસ્તા રોકી શકે નહીં.