હળવદ/ તમારાથી થાય તે કરી લો ! પંચાયતનાં કોમ્પ્યુટર ઓપરેટરનો ગ્રામજનો ઉપર રોફ

હળવદનાં જુના માલણીયાદ ગામમાં અરજદારો પાસેથી વધુ ચાર્જ લઇ ઓપરેટર ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદે હવે સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.

Gujarat Others
Computer Operator

હળવદના જુના માલણીયાદ ગામે કોમ્પ્યુટર ઓપરેટર સરકારના નિયત કરેલા ચાર્જ કરતા વધુ ચાર્જ વસૂલી ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે. એટલું જ નહીં લોકો સાથે થાય તે કરી લો કહી ગેરવર્તણુંક પણ કરતો હોવાની ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઇ છે.

આ પણ વાંચો – વીએચપી અને બજરંગ દળ દ્વારા / વારાણસીના ગંગા ઘાટ અને ધાર્મિક સ્થળો પર ‘બિન-હિંદુ પ્રતિબંધિત’ પોસ્ટર લગાવવામાં આવ્યા

જુના માલણીયાદ ગામે ગ્રામ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મુનેશ લાલજીભાઈ જેને તા.21/1/2019 થી(NIC)થી નિમણૂક આપવામાં આવી છે. આ ઓપરેટર સરકારના નિયમ મુજબ અરજદાર પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ જે લેવાનો થતો હોય તેનાથી વધુ લઈ ભ્રષ્ટાચાર આચરે છે. આ અંગે કહેવા જતા તે કહે છે કે ‘મારે ઉપર આપવા પડે છે તમારાથી થાય તે કરી લો,મારુ અધિકારી કાંઈ બગાડી શકશે નહીં’ તેમજ રાજકીય વગ અને પોલીસવાળા સાથે સબંધ છે તેવી ભાષામાં વાત કરે છે

આ પણ વાંચો – વિદ્યાર્થીઓમાં રોષ /  સી.યુ.શાહ નર્સિંગ કોલેજમાં પરિણામ અને સર્ટિફિકેટ અટકાવી ફી ભરવા દબાણ કરાતું હોવાથી વિદ્યાર્થીઓમાં રોષલાગણી

આ રીતે આ કોમ્પ્યુટર ઓપરેટર પોતાની મનમાની કરી ગ્રામજનો સાથે ગેરવર્તુનક કરે છે. ઉપરાંત ગરીબ માણસો પાસેથી વધુ રકમ ઉઘરાવી ભ્રષ્ટાચાર આચરે છે. ત્યારે આ શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનો માંથી માંગ ઉઠી છે.