Not Set/ શું તમે જાણો છો અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરનાં ઈતિહાસ વિશે?

આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જનતાની ગેરહાજરીમાં નીકળી રહી છે. તાજેતરમાં કોરોનાવાયરસનાં કારણે સામાન્ય જનતાને આ રથયાત્રામાં હાજરી આપવામાં આવી નથી.

Mantavya Exclusive
11 231 શું તમે જાણો છો અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરનાં ઈતિહાસ વિશે?

આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જનતાની ગેરહાજરીમાં નીકળી રહી છે. તાજેતરમાં કોરોનાવાયરસનાં કારણે સામાન્ય જનતાને આ રથયાત્રામાં હાજરી આપવામાં આવી નથી. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળી રહી છે. કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી આ રથયાત્રા આજે નીકળી રહી છે. આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં રથયાત્રાનાં પવિત્ર દિવસની ભક્તો આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે અષાઢી બીજનાં દિવસે ભકતોને દર્શન આપવા જગતનાં નાથ સ્વયં આવતા હોય છે.

11 232 શું તમે જાણો છો અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરનાં ઈતિહાસ વિશે?

આપને જણાવી દઇએ કે, દેશમાં અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. પરંતુ આ તમામ રથયાત્રાઓ પૈકી બે શહેરોની રથયાત્રાઓ સૌથી વધુ સુપ્રસિદ્ધ છે. એક જગન્નાથપુરી અને બીજી અમદાવાદની. આ બંન્ને જગ્યાએ શ્રીહરીનાં જ એક સ્વરૂપ એવા ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે તે ખૂબ અલૌકિક અને દિવ્ય હોય છે. ભગવાન જગન્નાથ સ્વયં બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નિકળે છે.  આ પવિત્ર રથયાત્રામાં જે ત્રણ રથ નીકળે છે, તેને અલગ-અલગ નામ આપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથની સાથે તેમના બહેન અને ભાઈને પણ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, બહેન સુભદ્રાજીને પદ્મધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને અંતમાં ભાઇ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. 1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજીનાં દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે.  આ રથયાત્રામાં ભક્તો દિલથી જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.  ભગવાન દર્શન આપવા માટે નગરમાં ફરે છે અને લોકો ભગવાનના દર્શન કરી શકે છે.  આ પરંપરા બહુ જૂની છે અને એવું કહેવાય છે કે 140 વર્ષોથી ચાલી આવી રહી છે.

11 233 શું તમે જાણો છો અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરનાં ઈતિહાસ વિશે?

દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસથી ભાગ લેતા હોય છે. ભારતમાં ઓરિસ્સામાં આવેલ જગન્નાથ પુરીની રથયાત્રા મુખ્ય છે. જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા છે. ઉપરાંત વડોદરા તથા સુરતમાં ઈસ્કોન દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથની પહેલી આરતી ઉતારીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે. અહી આપને જણાવી દઇએ કે, અંદાજે 400 વર્ષ પહેલા રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજનાં જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નારિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.

11 234 શું તમે જાણો છો અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરનાં ઈતિહાસ વિશે?

આમ 1876થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. 140 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ઉત્તરોત્તર મોટી થતી ગઇ.  શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસીકથી મોર્ડન બની ગઇ છે. માત્ર રથયાત્રા જ નહી પણ જે રથમાં ભગવાન બિરાજીને નગરચર્યાએ નીકળે છે તેણે પણ હવે નવા રૂપરંગ હાંસલ કરી લીધા છે. રથ નવા રૂપ રંગ ધારણ કર્યા છે સાથોસાથ તેમાં મોર્ડન પૈડા અને સ્ટીંયરીંગ પણ લગાડવામાં આવે છે. શરૂઆતની  યાત્રામાં ગણ્યાગાંઠ્યા પોલિસ કર્મીઓ હતા હવે રથયાત્રામાં શ્રદ્ધાળુઓ કરતા પોલીસ વધારે હોય તેવી લોકોમાં ચર્ચા હોય છે. જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રાચીન પરંપરા કોમી એખલાસનું પ્રતીક છે. લાખો શ્રદ્ધાળુઓ જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમના આશીર્વાદ મેળવીને પોતાની જાતને પાવન માને છે.