Not Set/ શું તમે જાણો છો બગાસુ કેમ આવે છે? આવા છે કારણ

બગાસુ આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસનાં અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતા શ્વાસોસ્વાસ આપમેળે ધીમો પડી જાય છે. પુખ્ત વયનાં માણસને દર મિનિટે છ લીટર હવા જોઇએ. તેમાંથી 15 ટકા હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો […]

Health & Fitness Lifestyle
bagasu શું તમે જાણો છો બગાસુ કેમ આવે છે? આવા છે કારણ

બગાસુ આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસનાં અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતા શ્વાસોસ્વાસ આપમેળે ધીમો પડી જાય છે. પુખ્ત વયનાં માણસને દર મિનિટે છ લીટર હવા જોઇએ. તેમાંથી 15 ટકા હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો તેને પહોચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરી વળે છે.

170221 SCI yawning.jpg.CROP .promo શું તમે જાણો છો બગાસુ કેમ આવે છે? આવા છે કારણ

શ્વાસોચ્છવાસનો દર ઘટી જતા મગજને ગૂંગળામણ થાય એટલે તે બગાસાનો સંકેત આપે છે અને ઉંડો શ્વાસ લેવા માટે ફેફસાને આદેશ મોકલે છે. ત્યારબાદ આવતું સરેરાશ બગાસુ 5.5 સેકન્ડ સુધી ચાલુ રહે છે. જો એક બગાસાથી મગજને રાહત ન થાય તો બીજુ, ત્રીજુ અને ચોથુ બગાસું પણ આવે છે. ઉપરા ઉપરી બગાસા ખાવા પડે તે ઉંઘ આવવાનો સંકેત છે. ઉંઘ આવ્યા બાદ શરીરનું તંત્ર વધારે ઓક્સિજન માંગતુ નથી. એટલે સામાન્ય રીતે દિવસનાં સમયમાં બગાસા આવતા નથી. સિવાય કે કોઇ કામ કંટાળાજનક લાગતુ હોય.