Baroda/ વડોદરામાં શ્વાનનો આંતક, એક જ કલાકમાં સાત લોકો બન્યા આ હુમલાનો ભોગ

વડોદરમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે. તાજેતરમાં ડભોઈમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શ્વાનએ સાત લોકોને બચકા ભરી દીધા છે. દિવસે ને દિવસે આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે,

Gujarat Vadodara
શ્વાનનો આંતક

વડોદરમાં રખડતા શ્વાનનો આંતક વધ્યો છે. તાજેતરમાં ડભોઈમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શ્વાનએ સાત લોકોને બચકા ભરી દીધા છે. દિવસે ને દિવસે આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે, જ્યાં રખડતા શ્વાનની ઝપટમાં કોઈને કોઈ આવતું હોય છે આ આગાઉ પણ શ્વાન દ્વારા બચકા ભરવાનો કિસ્સો સામે આવ્યો હતો જે હ્રદય કંપાવી દે તેવો હતો, જેમાં એકસાથે શ્વાનના ટોળાએ બે વર્ષના બાળક પર હુમલો કરી દીધો હતો.

તાજેતરમાં ફરી એકવાર રખડતા કૂતરાઓનો ત્રાસ વધતો દેખાઈ રહ્યો છે. એક શ્વાનએ એક જ કલાકમાં પાંચ બાળકો સહીત બે યુવકો તેમ કુલ સાત લોકો આ હુમલાનો ભોગ બન્યા હતા. તેઓની હાલત ગંભીર થતા તમામને રેફરલ હોસ્પિટલ સારવાર માટે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા.

આવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે તેથી આસપાસ રહેતા તમામ લોકોએ રખડતા શ્વાન પર નિયંત્રણ આવે તેવી માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ/સરખેજ બાવળા હાઇવે પર ટ્રકમાં લાગી આગ, બે લોકોના મોત નિપજ્યા

આ પણ વાંચો:Junagadh/જુનાગઢ : પોલીસના તોડ કાંડમાં ATS ના જૂનાગઢમાં ધામા, કેસમાં સંડોવાયેલા લોકોના લેવાઈ શકે છે નિવેદન

આ પણ વાંચો:Amreli/ધારી પંથકની ધરા ધ્રુજી ઉઠી, શું ભૂકંપના આંચકા હતા…