Not Set/ રાજકોટ : સામાકાંઠા વિસ્તારમાં તસ્કરોનો આતંક, ઇમિટેશન બજારમાંથી લાખોની ચોરી

રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે. ગતરાત્રે જ શાપર-વેરાવળમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે આજે શહેરના સામાકાંઠા વિસ્તારની ઇમિટેશન બજારમાં તસ્કરો ત્રાટકયા હતા. અગાસી ઉપરથી દુકાનમાં ઉતરેલા આ તસ્કરો લાખોની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. […]

Top Stories Gujarat Rajkot
RJT Theft 3 રાજકોટ : સામાકાંઠા વિસ્તારમાં તસ્કરોનો આતંક, ઇમિટેશન બજારમાંથી લાખોની ચોરી

રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે. ગતરાત્રે જ શાપર-વેરાવળમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે આજે શહેરના સામાકાંઠા વિસ્તારની ઇમિટેશન બજારમાં તસ્કરો ત્રાટકયા હતા.

RJT Theft 2 e1539176711614 રાજકોટ : સામાકાંઠા વિસ્તારમાં તસ્કરોનો આતંક, ઇમિટેશન બજારમાંથી લાખોની ચોરી

અગાસી ઉપરથી દુકાનમાં ઉતરેલા આ તસ્કરો લાખોની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને સીસીટીવીના ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણભેદુ શખ્સોએ આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

શહેરના સંત કબીર રોડ પર આવેલા ઇમિટેશનના શોરૂમમાંથી રૂપિયા 10 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેને લઈને બી-ડિવિઝન પોલીસે શોરૂમના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા અહીં નોકરી કરતા બે કર્મચારીઓએ જ આ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

RJT Theft e1539176742658 રાજકોટ : સામાકાંઠા વિસ્તારમાં તસ્કરોનો આતંક, ઇમિટેશન બજારમાંથી લાખોની ચોરી

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આરોપીઓ મોડી રાત્રે દુકાન પાસે આવે છે. અને લોખંડના સળિયા વડે દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી મોઢા પર બુકાની બાંધી અલગ-અલગ ચીજ વસ્તુઓ સહિત રોકડની ચોરી કરી પલાયન થઈ જાય છે. હાલ પોલીસે આ ફૂટેજને આધારે તેઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.