Not Set/ પ્યાર ઝુકતા નહી…! આ રીતે વેવાઈ સાથે મળી વેવાણની આંખ, લિવઇનમાં રહેતી માતાનો દીકરી સાથે જવાનો ઇનકાર

આશરે એક વર્ષ પહેલા સુરતના વેવાઈ વેવાણ વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધ નો કિસ્સો ભારે ચર્ચામાં રહ્યો હતો.જેમાં વેવાઇ અને વેવાણ ભાગી ગયા બાદ ભારે હોબાળો મચ્યો હતો. હવે અમદાવાદમાં એવો જ એક વેવાઇ અને વેવાણ વચ્ચેનાં પ્રેમ સંબંધનો

Gujarat
old couple 2 પ્યાર ઝુકતા નહી...! આ રીતે વેવાઈ સાથે મળી વેવાણની આંખ, લિવઇનમાં રહેતી માતાનો દીકરી સાથે જવાનો ઇનકાર

આશરે એક વર્ષ પહેલા સુરતના વેવાઈ વેવાણ વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધ નો કિસ્સો ભારે ચર્ચામાં રહ્યો હતો.જેમાં વેવાઇ અને વેવાણ ભાગી ગયા બાદ ભારે હોબાળો મચ્યો હતો. હવે અમદાવાદમાં એવો જ એક વેવાઇ અને વેવાણ વચ્ચેનાં પ્રેમ સંબંધનો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને પ્રેમ આંધળો છે એ સાબિત થાય છે. વેવાણ અને વેવાઈ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મહિલા દીકરીના ઘરે ડિલિવરી વખતે રોકાવવા આવતાં વેવાઈ સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં જમાઈનું મોત થતાં મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગી હતી.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે જ્યારે મહિલા હેલ્પલાઇન 181 ને ફોન કરી અને માતાએ મારી દીકરી મને લઇ જવા માંગે છે મારે તેની સાથે જવું નથી તેમ જણાવ્યું હતું.

Back view shot - Old Indian couple holding hands while walking... | Indian Stock Footage | Knot9 - YouTube

પ્રભુતામાં પગલાં / જસપ્રીત બુમરાહ સંજના ગણેશન સાથે લગ્નના બંધને બંધાયો, BCCIએ પાઠવી શુભેચ્છા, જુઓ Photos

આ અંગે 181 ના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે દીકરીના બીજા લગ્નમાં સાસરિયાઓ મારપીટ કરતાં પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ  માતા દીકરી સાથે જવા માટે તૈયાર ન હતી અને દીકરી દ્વારા તેની સાથે લઈ જવા માટે દબાણ કરતાં 181 હેલ્પલાઈનની  મદદ લીધી હતી. જેમાં મહિલા ટીમ દ્વારા કાઉન્સલિંગ કરીને મહિલા, તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવી તેમજ કાયદાકીય સલાહ આપી હતી.181ને પૂર્વ વિસ્તારમાંથી રહેતાં મહિલાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી મને લઈ જવા માગે છે. પણ મારે તેની સાથે જવું નથી.

How government has failed senior citizens like me

રસીકરણ કે કૌભાંડ ? / રસીકરણ મામલે ચોકાવનારો કિસ્સો : રસી લીધા વીનાં જ બે લોકોને મળી ગયું સર્ટીફીકેટ

આથી 181 હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. કાઉન્સલિંગ દરમિયાન હેલ્પલાઈનને જાણવા મળ્યું કે, ચાર વર્ષ પહેલાં દીકરીની ડિલિવરી થલવાની હતી. તેથી મહિલા દીકરીની સાસરીમાં રહેવા ગઈ હતી. દરમિયાનમાં દીકરીના સસરા સાથે આંખ મળી ગઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનને કારણે મોત થયું હતું. આથી મહિલાએ દીકરીની મરજી વિરુદ્દ બીજા લગ્ન કરાવી દીધા હતા. બાદમાં મહિલા દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગી હતી. દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરિયાઓ ત્રાસ આપીને મારપીટ કરતા હતા. આથી દીકરી ઘરે પરત આવી હતી.પૂર્વ સસરા સાથે માતા રહેતાં હોવાનું દીકીરને પસંદ ન હોવાથી તે માતાને ઘરે લઈ જવા માટે આવી હતી. દીકરીએ પૂર્વ સસરા અને માતા બંનેને સમજાવ્યું કે સમાજમાં તમારા બંનેની ખરાબ વાતો થઈ રહી છે. આમ છતાં બંને માનતા ન હતા. અંતે દીકરીએ આપઘાતની ધમકી આપતાં માતાએ 181 હેલ્પલાઈનની મદદ માગી હતી. જે બાદ વેવાઈ અને વેવાણ રાજીખૂશીથી એકબીજાથી અલગ રહેવા માતે તૈયાર થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…