Not Set/ ચૂંટણીપંચની કામગીરી પર શંકા યોગ્ય ખરી ?

ભાજપના વરિષ્ઠ નેતાઓ કહે છે કે ટીએમસીના મોટાભાગના નેતાઓ હારી રહ્યા છે તેથી જ ચૂંટણી પંચ પર હારનું ઠીકરૂ ફોડવાની તૈયારી કરી રહ્યા છે. આ વાત સાવ ખોટી પણ નથી જ તેવું કેટલાક નિષ્ણાતો કહે છે

India Trending
morvsa hadaf 3 ચૂંટણીપંચની કામગીરી પર શંકા યોગ્ય ખરી ?

ચૂંટણીની તારીખોથી શરૂ કરી કૂચ બિહાર હિંસાકોરી અંગે પંચના વલણ સામે ટીએમસીએ અવાજ ઉઠાવ્યો છે તો ભાજપે બચાવ કર્યો છે ઃ કોંગ્રેસ ડાબેરીઓ મૌન છે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કોરોનાના વધતા કહેર વચ્ચે પણ પશ્ચિમ બંગાળમાં રાજકીય શાબ્દિક જંગ અટકતો નથી તેમજ હિંસાખોરી પણ અટકતી નથી. કૂચબિહાર જિલ્લામાં મતદાન મથક પાસે ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ અને સીઆરપીએફના કાફલાએ ગોળીબાર કર્યો. ચાર લોકોના મોત થયા, અન્ય કેટલાક ઘાયલ થયા. આ બનાવને ચૂંટણી હિંસામાં ગણાવાયો છે અને ભાજપ અને ટીએમસીના આગેવાનોએ આ અંગે હિંસાખોરીના આક્ષેપો શરૂ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચોથા ચરણના દિવસે યોજાયેલી જાહેર સભામાં હિંસાખોરીના આ બનાવની ઝાટકણી કાઢી. ટીકાકારો અને ટીએમસી પર પ્રહાર પણ કર્યા. તે જ દિવસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ આ હિંસાખોરી માટે સીઆરપીએફને જવાબદાર ગણાવ્યું. સીઆરપીએફ દ્વારા મતદાન મથક પાસે મત આપવા આવેલા લોકોમાં ભયની લાગણી ફેલાવવા ગોળીબાર કરી નરસંહાર કરાયો હોવાનો કૂલ્લો આક્ષેપ કર્યો. આ બધુ કેન્દ્રીય ગૃહમંત્રીના ઈશારા પર થયું હોવાનો કૂલ્લો આક્ષેપ કરી દીધો.

himmat thhakar 1 ચૂંટણીપંચની કામગીરી પર શંકા યોગ્ય ખરી ?

ટીએમસીના નેતાએ એમ પણ કહ્યું કે અમે આ મુદ્દે છેક સુધી લડી લેશું. ચૂંટણીપંચ સમક્ષ ટીએમસી અને ભાજપ બન્નેએ રજૂઆત કરી છે. જાે કે ચૂંટણી પંચે આ બાબતમાં એવું વિદાન કર્યું છે કે આ ગોળીબાર સ્વબચાવમાં સી.આરપીએફ દ્વારા કરાયો છે. કૂચબિહારના જે સિતલકુચી વિસ્તારમાં આ બનાવ બન્યો છે ત્યાં ચૂંટણી અટકાવી દેવાઈ છે. હવે પછી મતદાન થશે. તો બીજી બાજુ ત્યાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. આ પગલાને મમતા બેનરજીએ અને ટીએમસીના ઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહાએ પણ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જાેકે આની સામે મમતા બેનરજીએ કહ્યું છે કે હું કુચબિહાર જિલ્લાના પીડિતોને મળવા જઈશ. સ્વબચાવમાં ગોળીબારની વાત સામે મમતા બેનરજીએ સવાલો ઉભા કર્યા છે. સીલગુડી જિલ્લામાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મમતા બેનરજીએ કહ્યું કે સીઆરપીએફ પર લોકોએ હૂમલો કર્યો હોવાના કે તેના કારણે સીઆરપીએફના કોઈને ઈજા થઈ હોવાના કોઈ પૂરાવા મળ્યા નથી. સ્વબચાવમાં ગોળીબારની વાત કોઈ સંજાેગોમાં ટકતી નથી. ટીએમસીના મહિલા સાંસદ મહુવા મ્હાત્રાએ પણ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોમાં ભયની લાગણી ફેલાવવા કેન્દ્રનું ગૃહખાતુ અને ગૃહમંત્રી પોતાની સત્તાનો ઉપયોગ કરી સીઆરપીએફનો ઉપયોગ કરી રહ્યા છે. ટીએમસીના અન્ય બે સાંસદોએ પણ આ અંગે રોષની લાગણી વ્યક્ત કરી છે.

West Bengal Election 2021 Opinion Poll Result: బెంగాలీ ఓటర్లు ఎవరి వైపు?  TV9 ఓపినియన్ పోల్స్‌లో ఆసక్తికర విషయాలు - West Bengal Assembly Elections  TV9 Opinion Survey Here Is The Details
જ્યારે સામા પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એક જાહેર સભામાં એવો આક્ષેપ કર્યો છે કે મમતા દીદી સીઆરપીએફની વિરૂદ્ધ લોકોને ઉશ્કેરી રહી છે. ગૃહમંત્રી અમીત શાહે પણ એવું જ કહ્યું છે કે મમતા દીદીની માગણીથી નહિ પણ પશ્ચિમ બંગાળની પ્રજા મને આદેશ આપે તો હું રાજીનામું તરત જ આપી દઉં. અમીત શાહે અમ પણ કહ્યું કે બીજી મેએ મમતા દીદીને રાજીનામું આપવું જ પડશે.
પશ્ચિમ બંગાળમાં ચોથા ચરણમાં કૂચબિહાર જિલ્લામાં હિંસાખોરીના બનાવ બન્યા તે અંગે ચૂંટણી પંચે પોતાની પાસે આવેલા રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ સુરક્ષા દળોની વધુ ૭૧ કંપનીઓ મોકલવા આદેશ આપ્યો છે. હાલ ત્યાં ૧૦૦૦ કંપનીઓ તો છે જ. સીઆરપીએફની એક કંપનીમાં ૮૫ કર્મીઓ હોય છે.

West Bengal Election 2021 Opinion Poll Result: బెంగాలీ ఓటర్లు ఎవరి వైపు?  TV9 ఓపినియన్ పోల్స్‌లో ఆసక్తికర విషయాలు - West Bengal Assembly Elections  TV9 Opinion Survey Here Is The Details
હવે પછી ૧૭, ૨૨, ૨૬ અને ૨૯મી એપ્રિલે મતદાન થવાનું છે. જાેકે ચૂંટણી પંચે એવું તારણ કાઢ્યું છે કે સીઆરપીએફના દળો દ્વારા હિંસાને કાબુમાં લેવા સ્વબચાવમાં ગોળીબાર થયો હતો. ટૂંકમાં આ બાબત અંગે આક્ષેપબાજી ચાલુ જ છે.

ટીએમસીએ તો જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો ત્યારે જ કહ્યું હતું કે જાે તામિલનાડુમાં ૨૩૪ બેઠકોની ચૂંટણી એક જ તબક્કામાં યોજાતી હોય તો પછી પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કા કેમ ? ટીએમસીએ એક જિલ્લાના બે વિભાગ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. જાે કે નિષ્ણાતો પણ માને છે કે પશ્ચિમ બંગાળમાં આઠના બદલે ચાર તબક્કામાં મતદાન રાખ્યુ હોત તો ચાલત. આસામની ચૂંટણીના ત્રણ તબક્કા પૂરા થયા બાદ ત્યાં જે સૂરક્ષાદળો છે તેને પશ્ચિમ બંગાળમાં ગોઠવી શકાયા હોત. કેટલાક નિરીક્ષકો એમ પણ કહે છે કે ૩૦ થી ૫૨ બેઠકો પર જ તબક્કાવાર ચૂંટણી યોજવા માટે કેન્દ્રની સૂચના પ્રમાણે કાર્યક્રમ ઘડાયાં છે તેવો આક્ષેપ કરવાની ટીએમસીને તક મળી ગઈ છે.આ વાતની નોંધ લીધા વગર કોઈને ચાલવાનું નથી.

West Bengal assembly election 2021: Amit Shah to address 6 public programs  today | Hindustan Times
મમતા બેનરજી અને ટીએમસીના ડેરેક ઓબ્રેયન અને અન્ય નેતાઓએ ચૂંટણીપંચની તટસ્થતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. આ નેતાઓ કહે છે કે કોવિદની લાઈડલાઈનનો ભંગ કરનાર અને મમતા બેનરજીએ બરમુડા પહેરવું જાેઈએ તેવા વિધાનો કરનાર ભાજપના નેતા સામે કોઈ પગલાં લીધા નથી. જ્યારે મમતા બેનરજી સહિત ટીએમસીને ત્રણ નેતાઓને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. ટીએમસીના નેતાઓને પરેશાન કરવા ઈડી સહિતની કેટલીક સંસ્થાોનો ઉપયોગ તઈ રહ્યો છે. મમતા બેનરજીએ કેન્દ્રીય તપાસ સંસ્થાઓની સાથે ચૂંટણી પંચની તટસ્થતા પર સવાલ ઉભા કર્યા છે. મમતા દીદીએ એક જાહેર સભામાં તો ખૂલ્લેઆમ એમ પણ કહી દીધું છે કે ચૂંટણી પંચનુ નામ એમસીસી એટલે કે મોદી કોડ ઓફ કંડક્ટ રાખવું જાેઈએ. જ્યારે આની સામે ભાજપના વરિષ્ઠ નેતાઓ કહે છે કે ટીએમસીના મોટાભાગના નેતાઓ હારી રહ્યા છે તેથી જ ચૂંટણી પંચ પર હારનું ઠીકરૂ ફોડવાની તૈયારી કરી રહ્યા છે. આ વાત સાવ ખોટી પણ નથી જ તેવું કેટલાક નિષ્ણાતો કહે છે. જાેકે એક વાત નક્કી છે કે ચૂંટણીપંચની તટસ્થતા બાબત અવારનવાર સવાલ ઉભા થયા જ છે પરંતુ આ વખતે પ્રમાણ વધી ગયું છે.