Business/ ‘Dream11’ને દેશની સૌથી મોટી 40 હજાર કરોડની ઈનડાયરેક્ટ ટેક્સ નોટિસ મળી!

ડ્રીમ સ્પોર્ટ્સને કથિત GSTની ચોરી અને 28 ટકાના દરે GSTની ચુકવણી ન કરવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.

Trending Business
Mantavyanews 2023 09 29T151608.606 'Dream11'ને દેશની સૌથી મોટી 40 હજાર કરોડની ઈનડાયરેક્ટ ટેક્સ નોટિસ મળી!

ડ્રીમ11 (Dream11)ની પેરન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ્સે બોમ્બે હાઈકોર્ટમાં તેને મોકલવામાં આવેલી 40 હજાર કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રીમ સ્પોર્ટ્સને કથિત GSTની ચોરી અને 28 ટકાના દરે GSTની ચુકવણી ન કરવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.

ડ્રીમ11ને અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ નોટિસ મોકલવામાં આવી

મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રીમ સ્પોર્ટ્સ (ડ્રીમ 11ની પેરેન્ટ કંપની)ને મોકલવામાં આવેલી ઈનડાયરેક્ટ ટેક્સ નોટિસની કિંમત લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે, જે ભારતીય ઈતિહાસમાં કોઈપણ કંપનીને મોકલવામાં આવેલી સૌથી મોટી ઈનડાયરેક્ટ ટેક્સ નોટિસ છે. જોકે, મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રીમ 11ને લગભગ 25 હજાર કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, GST ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGCI)એ 12 ઓનલાઈન રિયલ મની ગેમિંગ કંપનીઓને 55 હજાર કરોડ રૂપિયાના ટેક્સ બાકી હોવા અંગે નોટિસ પાઠવી છે. તેમાંથી માત્ર ડ્રીમ11ને 25 હજાર કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવી છે.

ડ્રીમ 11ને મોકલવામાં આવેલી આ ટેક્સ નોટિસ ગેમ્સક્રાફ્ટને મોકલવામાં આવેલી 21 હજાર કરોડ રૂપિયાની નોટિસ કરતાં ઘણી વધારે છે.

ફૅન્ટેસી સ્પોર્ટ્સ જાયન્ટ ડ્રીમ11એ નાણાકીય વર્ષ 2022-23માં 3841 કરોડની ઓપરેટિંગ રેવેન્યૂ પર 142 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

ડ્રીમ11નું વેલ્યૂએશન 66 હજાર કરોડ રૂપિયાથી વધુ

ડ્રીમ11 એ ક્રિકેટ ફેન્ટસી ગેમિંગ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. તેની સ્થાપના મુંબઈ સ્થિત બે ઉદ્યોગપતિઓ હર્ષ જૈન અને ભાવિત શેઠ દ્વારા કરવામાં આવી હતી. હર્ષ હાલમાં કંપનીના સીઈઓ છે.

IPLની લોકપ્રિયતાએ Dream11ના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે. ડ્રીમ11ની માર્કેટ વેલ્યૂલગભગ 8 અરબ ડોલર (66500 કરોડથી વધુ) છે. ડ્રીમ11 પ્લેટફોર્મ પર 15 કરોડથી વધુ યુઝર્સ છે.

હર્ષ જૈન જેઓ ક્રિકેટના ચાહક છે, ડ્રીમ11 બનાવવાનો વિચાર શરૂઆતમાં લગભગ 150 ઉદ્યોગપતિઓએ નકારી કાઢ્યો હતો અને કોઈએ તેમને સમર્થન આપ્યું ન હતું.

આ પણ વાંચો: Smartphone Blast/ સ્માર્ટફોન બ્લાસ્ટની ઘટનામાં થયો વધારો,જાણો શું છે આની પાછળના કારણો

આ પણ વાંચો: Pakistan/ બલૂચિસ્તાનમાં ઈદ-એ-મિલાદના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 25 લોકોના મોત

આ પણ વાંચો: Indian Army/ ચીનની આક્રમકતા પર ભારતની લગામ, સરહદ પર 130 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ શરૂ