Not Set/ વધારે ગ્રીન ટી પીવાથી થઇ શકે છે લીવરને નુકશાન

સંશોધકોનું માનીએ તો દરરોજ 800 મિલીગ્રામથી વધારે ગ્રીન ટી નું સેવન સ્વાસ્થ્ય માટે મુસીબતનું કારણ બની શકે છે.

Health & Fitness
فوائد الشاي الأخضر للحامل વધારે ગ્રીન ટી પીવાથી થઇ શકે છે લીવરને નુકશાન

જો તમે પણ ફીટ રહેવા માટે ગ્રીન ટી નો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે. જરૂરીયાતથી વધારે ગ્રીન ટી પીવી આપના લીવરને નુકશાન થઇ શકે છે. યુરોપિયન ફૂડ સેફટી ઓથોરિટી (EFSA) તરફથી કરવામાં આવેલી એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ગ્રીન ટી ના સપ્લીમેન્ટનો હાઈ ડોઝ લીવરને ડેમેજ કરે છે.

Green tea
Japanese green tea
  • એન્ટીઓક્સિડેંટની માત્રા વધારે

બ્રુઅડ ટી અથવા ઇન્સ્ટન્ટ ટી ડ્રીંક સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે આ ડ્રીંક્સમાં ગ્રીન ટી માં પ્રાકૃતિક રૂપમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટની માત્રા ઓછી હોય છે. પરંતુ આ એન્ટીઓક્સીડેન્ટના પુષ્કળ સેવનથી શરીરને નુકશાન થાય છે. આ જ કારણ છે કે ગ્રીન ટી સપ્લીમેન્ટમાં મળી આવતા એન્ટીઓક્સિડેંટની માત્ર લીવરને નુકશાન પહોચાડી શકે છે.

 

  • 800 mg થી વધારે સેવન હાનિકારક

EFSA ની માનીએ તો વધારે ગ્રીન ટી સપ્લીમેન્ટમાં 5 થી 1000 મીલીગ્રામ સુધીની ગ્રીન ટી હોય છે. જ્યારે બ્રુઅડ ટી અથવા ટી ઇન્ફ્યુઝનમાં 90-300 મિલિગ્રામ સુધી હોઈ છે.

સંશોધકોનું માનીએ તો દરરોજ 800 મિલીગ્રામથી વધારે ગ્રીન ટી નું સેવન સ્વાસ્થ્ય માટે મુસીબતનું કારણ બની શકે છે. જો કે ઇએફએસએ નું માનીએ તો એક્સપર્ટ્સે અત્યાર સુધી કોઈ એવો ડોઝ તૈયાર નથી કરી શક્યા છે જે સંપૂર્ણપણે સુરક્ષિત માની શકાય.

Green tea
You should not exceed amount of green tea

 

  • વજન ઘટાડવા માટે ગ્રીન ટી નો ઉપયોગ કરો.

ગ્રીન ટી પ્રોડક્ટ્સના ઉપયોગથી ઉત્તર યુરોપના ઘણાં દેશોમાં લીવર દેમેજના કેસોનો વધારો સામે આવ્યો છે. જેને જોતા EFSA એગ્રીન ટી અને ગ્રીન ટી સપ્લીમેન્ટમાં હાજર કેટચીન્સ ની મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે.

સાથે સાથે ઇએફએસએ દ્વારા કેટચીન્સ સેવન અને લિવર ડૅમેજ વચ્ચે શું સંબંધ છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં, વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાથી ગ્રીન ટી સપ્લિમેન્ટ્સ સિવન અથવા તો ખાલી પેટે કરવામાં આવે છે અથવા તો દરરોજ એક સિંગલ ડોઝ તરીકે.