Gill-Dropcatches/ ચાર-ચાર કેચ છોડો, પછી મેચ ક્યાંથી જીતાયઃ ગિલ

પંજાબ કિંગ્સ સામેની હાર બાદ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ તેના ખેલાડીઓની ફિલ્ડિંગથી નિરાશ જોવા મળ્યો હતો. છેલ્લી 10 ઓવરમાં પંજાબની ટીમે 1-2 નહીં પરંતુ 4 કેચ છોડ્યા હતા.

Top Stories Trending Breaking News Sports
Beginners guide to 2024 04 05T120149.335 ચાર-ચાર કેચ છોડો, પછી મેચ ક્યાંથી જીતાયઃ ગિલ

મોહાલીઃ પંજાબ કિંગ્સ સામેની હાર બાદ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ તેના ખેલાડીઓની ફિલ્ડિંગથી નિરાશ જોવા મળ્યો હતો. છેલ્લી 10 ઓવરમાં પંજાબની ટીમે 1-2 નહીં પરંતુ 4 કેચ છોડ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ગુજરાત ટાઇટન્સ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ પછી બે ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ શશાંક સિંઘ અને આશુતોષ શર્માએ જીટીના મોંમાંથી વિજય છીનવી લીધો. ગુજરાત ટાઇટન્સની નબળી ફિલ્ડિંગ તેમની હારનું કારણ બની હતી. મેચ બાદ કેપ્ટન શુભમન ગીલ તેના ફિલ્ડરો પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે તમે કેચ છોડો છો ત્યારે જીતવું ક્યારેય આસાન નથી હોતું.

શુબમન ગિલે મેચ બાદ કહ્યું, “મને લાગે છે કે અમે ઘણા કેચ છોડ્યા છે, જ્યારે તમે કેચ છોડો છો ત્યારે જીતવું ક્યારેય આસાન નથી. બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે બોલ બેટ પર આવી રહ્યો હોય ત્યારે તેનો બચાવ કરવો મુશ્કેલ છે.” એમ ન કહીએ કે અમારી પાસે રન ઓછા હતા. નવો બોલ કંઈક કરી રહ્યો હતો. 200 ખૂબ સારો સ્કોર હતો. અમે લગભગ 15મી ઓવર સુધી રમતમાં સારી સ્થિતિમાં હતા. છોડેલા કેચ હંમેશા તમને દબાણમાં રાખે છે.”

નલકાંડે જેવા બિનઅનુભવી બોલરને છેલ્લી ઓવર આપવા પર કેપ્ટને કહ્યું, “છેલ્લી મેચમાં તેણે જે રીતે બોલિંગ કરી અને આ મેચમાં 7 રનની જરૂર હતી. તે અમારા માટે મોટી વાત નહોતી.” શુભમન ગિલે શશાંક સિંહ અને આશુતોષ શર્માની વિસ્ફોટક ઇનિંગ્સની પણ પ્રશંસા કરી હતી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટને કહ્યું, “તમે જે લોકોને જોયા નથી તેઓ આવીને આ પ્રકારની ઇનિંગ્સ રમે છે અને તે IPLની સુંદરતા છે.”

કેવી રહી ગુજરાત વિ પંજાબ મેચ?

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમે કેપ્ટન શુભમન ગિલની અણનમ 89 રનની ઇનિંગના આધારે 199 રનનો સ્કોર ખડક્યો હતો. ગિલ સિવાય જીટીનો કોઈ બેટ્સમેન 40 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. પંજાબ તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ મોટા સ્કોરનો પીછો કરતા પંજાબ કિંગ્સની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ટીમે માત્ર 70 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ભારતીય અનકેપ્ડ ખેલાડીઓએ પાર્ટીમાં ધૂમ મચાવી હતી. શશાંક સિંહે 29 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી અને ટીમની જીતનો હીરો બન્યો. આ દરમિયાન તેને આશુતોષ શર્માનો સાથ મળ્યો જેણે 17 બોલમાં 31 રન બનાવ્યા. પંજાબે આ મેચ 3 વિકેટ અને 1 બોલ બાકી રાખીને જીતી લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ

આ પણ વાંચો:RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો:ક્રિકેટર પૂજા વસ્ત્રાકરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ડીલિટ કરી, PM અને દિગ્ગજ નેતાઓ પરની પોસ્ટ વાયરલ