Kutch drugs/ કચ્છમાં કેફીદ્રવ્યોનો કાળો કારોબારઃ પૂજારી ગાંજા સાથે ઝડપાયો

કચ્છ હવે ખાલી ઉદ્યોગો માટે જ નહી પણ નશીલા કે કેફી પદાર્થો માટે જાણીતું બની ગયું છે. કચ્છમાંથી કેફીદ્રવ્યો ન પકડાય તો જ નવાઈ લાગે. હવે કચછમાં પૂજારી પ્રતિબંધિત ગાંજા સાથે પકડાયો છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 04 06T114631.272 કચ્છમાં કેફીદ્રવ્યોનો કાળો કારોબારઃ પૂજારી ગાંજા સાથે ઝડપાયો

કચ્છઃ કચ્છ હવે ખાલી ઉદ્યોગો માટે જ નહી પણ નશીલા કે કેફી પદાર્થો માટે જાણીતું બની ગયું છે. કચ્છમાંથી કેફીદ્રવ્યો ન પકડાય તો જ નવાઈ લાગે. હવે કચછમાં પૂજારી પ્રતિબંધિત ગાંજા સાથે પકડાયો છે.

ખટના ભવાણી મંદિરમાંથી પોલીસે પૂજારીની ગાંજા સાથે ધરપકડ કરી છે. તેની પાસેથી 36 હજાર રૂપિયાની કિંમતનો ગાંજો ઝડપવામાં આવ્યો છે. એસઓજીએ ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. પકડાયેલા પૂજારી પાસેથી તેણે ગાંજો ક્યાંથી મેળવ્યો અને તેનો સપ્લાયર કોણ છે તેની પૂછપરછ કરવામાં આવશે. પોલીસને તેમા પણ મોટું નેટવર્ક મળી આવે તેમ લાગે છે.

કચ્છના મુંદ્રા બંદરેથી વારંવાર મોટાપાયા પર ડ્રગ્સ પકડાય છે અને તેની સાથે ગુજરાતની દરિયાઈ સરહદ જાણે ડ્રગ્સના ઓપરેટિંગનો રૂટ બની ગઈ છે. આ જોતાં લાગે છે કે માછીમારો જતાં દિવસે સાગરખેડુમાંથી ડ્રગ્સ ખેડુ બની જાય તો આશ્ચર્ય નહીં થાય.

કચ્છ સહિત ગુજરાતમાંથી જે રીતે નશીલા પદાર્થો અને કેફી દ્રવ્યો પકડાઈ રહ્યા છે તે બાબત ફક્ત રાજકીય રીતે જ નહીં સામાજિક રીતે પણ ચિંતાનો વિષય છે. આટલા બધા કેફી પદાર્થોનો ઉપયોગ થતો હોય તો જ તેનું વેચાણ થાયને. શું ગુજરાત સહિત દેશના યુવાનોને કે દરેકને અથવા તો મોટા વર્ગને નશાની આટલી તલપ છે. કેટલાય ઉદ્યોગોનો મોટો હિસ્સો કેફી પદાર્થોનો બંધાણી હોવાનું કહેવાય છે.

કેટલાય ઉદ્યોગોમાં ભારે મહેનત પછી પણ શરીરને તરોતાજા રાખવાની જરૂરિયાતે આ પ્રકારનું ચલણ વધાર્યુ છે. તેના લીધે ટોચના લોકોથી શરૂ થયેલો આ ઉપયોગ હવે નીચલા સ્તર સુધી પણ પહોંચવા માંડ્યો છે. નશાનો કારોબાર જે રીતે ફૂલીફાલી રહ્યો છે તે જોતાં સરકાર પર જેમ દારૂબંધી હટાવવા દબાણ છે તેમ નશાનો કારોબાર સત્તાવાર રીતે ચાલવા દેવા પણ દબાણ આવી શકે છે.


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે