Gujarat Rajkot/ પોલીસ સ્ટેશન સામે જ દારૂડિયો ઝુમતો હતો, લોકો વીડિયો ઉતારતા હતા

વાહન ચાલકો વાહન ઉભુ રાખીને દારૂડિયાનો વીડિયો ઉતારીને મજા લઈ રહ્યા હતા

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 07 03T161500.601 પોલીસ સ્ટેશન સામે જ દારૂડિયો ઝુમતો હતો, લોકો વીડિયો ઉતારતા હતા

Rajkot News : દારૂડિયો દારૂને શું પીવાનો હતો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. રાજકોટમાં બનેલા આ પ્રકારના એક કેસમાં એક દારૂડિયો દારૂ પીને ભાન ભૂલી ગયો હતો. દારૂના નશામાં તે રાજકોટ આખુ મારૂ જ છે એવી લવરી કરવા લાગતા લોકો રમૂજ સાથે માર્મિક વ્યંગ પણ કરી રહ્યા હતા. કારણકે દારૂ પીને નશામાં ધૂત આ શખ્સ પોલીસ સ્ટેશન સામે જ બિન્ધાસ્ત સુઈ ગયો હતો. દારૂડિયાએ રોડ પર સુઈને પોતાનો જીવ તો જોખમમાં મપક્યો જ હતો. પરંતુ વાહનચાલકો માટે પણ અકસ્માતની સંભાવના વધી ગઈ હતી. આમ કરીને દારૂડિયાએ પોતાનો જીવ જોખમમાં મુકી દીધો હતો.

બીજીતરફ લોકો આ દ્રશ્યની મજા માણી રહ્યા હતા. સાથે સાથે વાહન ચાલકો વાહન ઉભુ રાખીને દારૂડિયાનો વીડિયો ઉતારીને મજા લઈ રહ્યા હતા.

નવાઈની વાત એ છે કે દારૂબંધીને પગલે પોલીસ દારૂ સાથે રોડ પર દારૂ પીને છાકટા થતા દારૂડિયાને પણ ઝડપી લેતી હોય છે. જોકે તેણે દારૂ ક્યાંથી પીધો એ શોધી નથી શકતી એ પણ મજાક સાથે વાસ્તવિકતા છે. છાકટો થયેલો આ દારૂડિયો પોલીસ સ્ટેશનની સામે જ રોડ પર સુતો હોવા છતા પોલીસે કેમ કાર્યવાહી ન કરી તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ખુલ્લેઆમ દારૂના નશામાં ઝુમતા આ શખ્સને જોઈને સ્વાભાવિક છે લોકોને દારૂબંધી છે કે કેમ તેવો સવાલ પેદા થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી