- ઉત્તરાયણને લઈને પક્ષી બચાવો અભિયાન
- લોકોમાં જાગૃતિ આવે માટે બાળકોની રેલી
- નાના ભુલકાઓ બન્યા પક્ષીઓ
ઉત્તરાયણ પર્વ મોજ અને મજા લાવે છે, પરંતુ અબોલ પક્ષી માટે મોત બનીને જાય છે. ઉત્તરાયણ પહેલા અમદાવાદ શહેરમાં એક ખાનગી શાળા દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું હતું. જેમાં પક્ષી બચાવો અભિયાન અંગે જાગૃત્તિ ફેલાવવા માટે નાના ભુલકાઓની રેલી નિકળી હતી.
આ રેલીમાં નાના ભુલકાઓ વિવિધ પક્ષીની વેષભૂષા ધારણ કરીને જોડાયા હતા. બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો કબુતર, મોર, પોપટ, કાગડો અને ચકલી જેવા પક્ષીઓ બન્યા હતા. નાના બાળકો લોકોને જાગૃત કરવા માટે કાંકરિયા પહોંચ્યા અને ઉત્તરાયણના પર્વમાં દોરીથી અબોલ પક્ષીઓને નુક્સાન ન થાય તેવી અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.