COVID/ કોરોનાથી ચીનમાં હાહાકાર, શું ભારતમાં આવનારી કનેક્ટિંગ ફ્લાઈટ પર લાગશે પ્રતિબંધ? જાણો શું છે પ્લાન

હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ અંગે કોઈ આદેશ મળ્યો નથી. આ અંગે અંતિમ નિર્ણય આરોગ્ય મંત્રાલયે લેવાનો રહેશે. તેમની સૂચના અનુસાર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કાર્યવાહી કરવાની છે.

Top Stories India
ફ્લાઈટ

કોરોનાને લઈને ચીનમાં ચાલી રહેલા હાહાકાર વચ્ચે હવે ભારત અને ચીન વચ્ચે કનેક્ટિંગ ફ્લાઈટ્સ રોકવાની ચર્ચાઓ તેજ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે ચીનથી કનેક્ટિંગ ફ્લાઈટ્સ રોકવા અંગે અંતિમ નિર્ણય સ્વાસ્થ્ય મંત્રાલય લેશે. આપણે એ નિર્ણયનો અમલ કરવાનો છે. વાસ્તવમાં ચીન અને ભારત વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ સેવા કાર્યરત નથી. મુસાફરો ભારત અને ચીન વચ્ચે અન્ય દેશોની કનેક્ટિંગ ફ્લાઈટ્સ દ્વારા જ મુસાફરી કરે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ અંગે કોઈ આદેશ મળ્યો નથી. આ અંગે અંતિમ નિર્ણય આરોગ્ય મંત્રાલયે લેવાનો રહેશે. તેમની સૂચના અનુસાર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કાર્યવાહી કરવાની છે.

આ પણ વાંચો:ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં વિખવાદ, વરિષ્ઠ નેતાઓ પર ઉઠી આંગળીઓ

આ પણ વાંચો:અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના 24 તાલીમી અધિકારીઓએ CM ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં કરી મુલાકાત

આ પણ વાંચો:ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ કેસ એક્ટિવ નથી