Loksabha Election 2024/ કુંભાણીના પાપે 17 લાખ સુરતીલાલા રહેશે મતદાનવિહોણા

લોકશાહીના પર્વ સમાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 94 બેઠકો માટે મંગળવારે મતદાન થવાનું છે. તેમા ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 17 લાખ સુરતીલાલા મતદાન નહી કરી શકે.

Gujarat India Breaking News
Beginners guide to 19 3 કુંભાણીના પાપે 17 લાખ સુરતીલાલા રહેશે મતદાનવિહોણા

સુરતઃ લોકશાહીના પર્વ સમાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાની 94 બેઠકો માટે મંગળવારે મતદાન થવાનું છે. તેમા ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત 17 લાખ સુરતીલાલા મતદાન નહી કરી શકે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પાપે આટલા લોકો લોકશાહીના પર્વથી વંચિત રહી જશે. આ 17 લાખ મતદારોમાં 9.44 લાખ પુરુષ મતદારો અને 8.22 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. કુંભાણીના પાપે ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

જ્યારે વિધાનસભા મતવિસ્તારની વાત કરીએ તો ઓલપાડ વિધાનસભાના લગભગ સાડા ચાર લાખ મતદારો મતદાન નહી કરી શકે. આ સિવાય વરાછા વિધાનસભાના 2,07,000, સુરત પૂર્વના 2.13 લાખ, સુરત ઉત્તરના 1.15 લાખ, કરંજ વિધાનસભાના 1.62 લાખ, કતારગામના 3.18 લાખ, સુરત પશ્ચિમ વિધાનસભાના 2.59 લાખ મતદારો મતદાન નહી કરી શકે.

આમ અડધુ સુરત એટલે કે 29.40 લાખ મતદારો મતદાન કરશે. નવસારી અને બારડોલીના લોકો મતદાન કરશે. સુરત શહેરના લિંબાયત, મજૂરા, ચોર્યાસી, ઉધના બેઠકના મતદારો મતદાન કરશે. સુરતની ચાર વિધાનસભા બેઠકના 14.39 લાખ મતદારો નવસારી બેઠક માટે મતદાન કરશે. બારડોલીમાં આવતી વ્યારા તથા નિઝરના મતદારો મતદાન કરશે.

સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે. આ પાંચ વિધાનસભા બેઠકના કુલ 15.40 લાખ મતદારો બારડોલી બેઠક માટે મતદાન કરશે.

આવતીકાલે અડધું સુરત મતદાન કરશે. જેમાં 29.40 લાખ મતદારો મતદાન કરશે. નવસારી, બારડોલીમાં આવતા મતદાન લોકો કરશે. સુરત શહેરના લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી બેઠકના મતદારો મતદાન કરશે. સુરતની ચાર વિધાનસભા બેઠકના 14.39 લાખ મતદારો નવસારી બેઠક માટે મતદાન કરશે. બારડોલીમાં આવતી વ્યારા તથા નિઝરના મતદારો મતદાન કરશે. સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકના લોકો મતદાન કરી શકશે. આ પાંચ વિધાનસભા બેઠકના કુલ 15.40 લાખ મતદારો બારડોલી બેઠક માટે મતદાન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે

આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ