અકસ્માત/ પશ્વિમ બંગાળમાં ગમખ્વાર અકસ્માત થતાં 17 લોકોના મોત 5 ઇજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 17 લોકોના કરુણ મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા

Top Stories India
ACCIDENT 6 પશ્વિમ બંગાળમાં ગમખ્વાર અકસ્માત થતાં 17 લોકોના મોત 5 ઇજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 17 લોકોના કરુણ મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહો લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફુલબારીમાં મૃતદેહ રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ ચાલુ છે.