Raid/ સ્ટેટ મોનીટરીંગ સેલની દસાડામાં રેડ, ડમ્પર ભરી દારૂ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલની દસાડામાં રેડ, ડમ્પર ભરી દારૂ ઝડપાયો

Gujarat
dabeli 9 સ્ટેટ મોનીટરીંગ સેલની દસાડામાં રેડ, ડમ્પર ભરી દારૂ ઝડપાયો

@રવિ ભાવસાર, અમદાવાદ 

ગાંધીના ગુજરાતમાં દારૂની વહેતી નદીઓ પર રોક લગાવવા માટે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ જાણે કટી બદ્ધ બન્યું છે કે પછી બીજું કાઈ..? સ્થાનિક પોલીસના નાક નીચે વહેતી દારૂની નદીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા કેટલાક દિવસોથી તવાઈ બોલાવી રહ્યું છે.સ્થાનિક પોલીસ ને શા માટે આ દારૂની ગંધ નથી આવતી…?

પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલએ સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા ખાતે રેડ પાડી ને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. જેમાં 18 લાખ જેટલી જંગી રકમનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં 2 આરોપી ની સ્ટેટમોનીટરીંગ સેલ એ ધરપકડ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ડમ્ફર ની અંદર છુપાયેલ  4840  દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી જેને પગલે પગલે બે આરોપીની ધરપકડ કરી કુલ ૨૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો.

નોધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી ના કાયદાને કડક પાલન કરાવવા માટે ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કડક પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યા છે જેને લઇને dgp આશિષ ભાટિયા દ્વારા તમામ ઉચ્ચ અધિકારીને દારૂ લઈને કડક માં કડક પગલાં ભરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…