વિરોધ/ અમેરિકામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ મચાવ્યો હંગામો, કોંગ્રેસ, ઈન્દિરા વિરોધી લગાવ્યા નારા

રાહુલ ગાંધી અમેરિકાના 6 દિવસના પ્રવાસે ગયા છે. આ દરમિયાન કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં ‘ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુએસએ’ના એક કાર્યક્રમને સંબોધિત કર્યો.

Top Stories World
Untitled અમેરિકામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ મચાવ્યો હંગામો, કોંગ્રેસ, ઈન્દિરા વિરોધી લગાવ્યા નારા

રાહુલ ગાંધી અમેરિકાના 6 દિવસના પ્રવાસે ગયા છે. આ દરમિયાન કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં ‘ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુએસએ’ના એક કાર્યક્રમને સંબોધિત કર્યો. જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ ભારત, કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાલિસ્તાનનો ઝંડો પણ ફરકાવ્યો. આના પર રાહુલ ગાંધીએ ‘મોહબ્બત કી દુકાન’ કહીને તેમની સામે જોયું. બાદમાં ખાલિસ્તાની ઝંડા દેખાડતા લોકોને પોલીસે બહારનો રસ્તો બતાવ્યો હતો.

રાહુલે ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ‘પીએમ મોદી ભગવાનને પણ દુનિયા ચલાવવાનું શીખવશે, ભગવાન પણ ચોંકી જશે કે મેં શું બનાવ્યું છે’. આ પછી રાહુલે ભાષણ બંધ કરી દીધું હતું અને વારંવાર ‘મોહબ્બત કી દુકાન’ …. ‘મોહબ્બત કી દુકાન’  કહેતા રહ્યા.

પીએમ મોદી અમેરિકા આવશે તો તેનો વિરોધ કરીશ તેવી ધમકી

ખાલિસ્તાની સમર્થકોએ આ કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. એ પછી અંદર પહોંચ્યા. આ લોકોએ ઝંડાઓ છુપાવી દીધા હતા. જ્યારે રાહુલ ગાંધીએ ભાષણ આપવાનું શરૂ કર્યું, થોડીવાર પછી આ ખાલિસ્તાની સમર્થકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ખાલિસ્તાન તરફી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ રાહુલના કાર્યક્રમમાં થયેલા હંગામાની જવાબદારી લીધી છે. પન્નુએ સોશિયલ મીડિયા પર કહ્યું- ‘રાહુલ ગાંધી જ્યાં પણ જશે, ત્યાં તેમનો આવો જ વિરોધ થશે.’ તેમણે કહ્યું કે, 22 જૂને વ્હાઈટ હાઉસ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ વિરોધ કરવામાં આવશે.

રાહુલને એરપોર્ટ પર 2 કલાક રાહ જોવી પડી હતી

આ પહેલા રાહુલ મંગળવારે સાંજે અમેરિકા પહોંચ્યા હતા. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ તેમનું સ્વાગત કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલને ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે એરપોર્ટ પર 2 કલાક રાહ જોવી પડી હતી. બાદમાં તેણે કહ્યું કે હવે તે સાંસદ નથી પણ સામાન્ય માણસ છે.

રાહુલ ગાંધીએ ભાષણમાં કહી આ વાત

પોતાના ભાષણમાં પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘તેઓ માને છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે’. રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આ લોકોને ‘પૂરી ખાતરી’ છે કે તેઓ બધું જાણે છે. આ લોકો ઈતિહાસકારોને ઈતિહાસ, વૈજ્ઞાનિકોને વિજ્ઞાન અને સેનાને યુદ્ધ કેવી રીતે લડવું તે કહી શકે છે. મુદ્દો એ છે કે તેઓ સાંભળવા તૈયાર નથી.’ તેણે કહ્યું, ‘દુનિયા એટલી મોટી અને જટિલ છે કે કોઈ એક વ્યક્તિ બધું જ જાણી શકતી નથી. તે એક બીમારી છે.’

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા સહિત સમગ્ર પરિવારનું ગમખ્વાર અકસ્માતમાં મોત

આ પણ વાંચો:દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીએ LG પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો:સરકારે લીધો નિર્ણય,જૂન સુધીમાં વધુ 7 ચિત્તા મુક્ત થશે! કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં દોડશે

આ પણ વાંચો: કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ મંદિરમાં સ્વચ્છતાના અભાવ અંગે કરી આ વાત

આ પણ વાંચો:કેનેડાનાં જંગલમાં લાગી ભીષણ આગ, 16,000 લોકો ફસાયા; ટીમ આ રીતે બચાવ્યા