Not Set/ ટેસ્ટ મેચ દરમ્યાન બે ખેલાડીઓએ ચઢાવી બાયો, બધી જ હદો કરી પાર, Video

ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હરારેમાં ટેસ્ટ મેચ રમી રહી છે. મેચનાં બીજા દિવસે મહેમાન બાંગ્લાદેશે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. 

Sports
11 223 ટેસ્ટ મેચ દરમ્યાન બે ખેલાડીઓએ ચઢાવી બાયો, બધી જ હદો કરી પાર, Video

ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હરારેમાં ટેસ્ટ મેચ રમી રહી છે. મેચનાં બીજા દિવસે મહેમાન બાંગ્લાદેશે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ મેચ દરમ્યાન બે ખેલાડીઓ વચ્ચે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. જેણે લગભગ તમામ હદો પાર કરી દીધી હતી.

11 224 ટેસ્ટ મેચ દરમ્યાન બે ખેલાડીઓએ ચઢાવી બાયો, બધી જ હદો કરી પાર, Video

ક્રિકેટ / શ્રીલંકા વિરુદ્ધ સંજૂ સેમસન નહી પણ આ Wicket-Keeper બેટ્સમેનને મળી શકે છે તક

બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચનાં બીજા દિવસે બે ખેલાડીઓ મેદાન પર એકબીજાની સામે આવી ગયા હતા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશના તસ્કીન અહેમદ અને ઝિમ્બાબ્વેના ઝડપી બોલર બ્લેસિંગ મુઝરાબાની વચ્ચે મેદાનમાં ગરમા-ગરમી જોવા મળી હતી. આ ઘટના બાંગ્લાદેશની ઇનિંગની 85 મી ઓવર દરમ્યાન ઘટી હતી. એવું બન્યું હતું કે, મુઝરાબાનીની બોલિંગ પર તસ્કીન અહમદે વિકેટ પાછળ બોલને છોડી દીધો હતો, જે બાદ તેણે એક ડાન્સ સ્ટાઇલ કરી પોતાનોૌ આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ અંદાજ બોલરને પસંદ ન આવતા તેણે બેટ્સમેન વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

ક્રિકેટ / શ્રીલંકા ટીમના કોચ ગ્રાન્ટ ફલાવર કોરોના સંક્રમિત, ભારત સામેની વનડે શ્રેણી જોખમમાં

ઘણીવાર ખેલાડી પોતાને મેદાનમાં એકાગ્ર બનાવવા માટે કઇંકનું કઇંક કરતા રહે છે, આવુ જ કઇંક બાંગ્લાદેશનાં બેટ્સમેને કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો અંદાજ ઝિમ્બાબ્વેનાં બોલર બ્લેસિંગ મુઝરાબાનીને પસંદ ન આવી અને તે સીધો તસ્કીન સાથે લડવા લાગ્યો હતો. આ દરમ્યાન બંને ખેલાડીઓ વચ્ચેનો ઝગડો ખૂબ જ ગરમ બન્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાવી પણ થઇ હતી. મામલો એટલો ગરમાયો કે મુઝરાબાનીએ તસ્કીન અહમદનાં હેલ્મેટ ગ્રીલની સામે ચહેરો લાવીને ઉભો રહી ગયો. બીજી તરફ, જો આપણે મેચની વાત કરીએ તો મેચનાં પહેલા જ દિવસે બાંગ્લાદેશે વિકેટકિપર બેટ્સમેન લિટન દાસની 95 રનની ઇનિંગ, કેપ્ટન મોમિનુલ હકની 70 અને મહમૂદુલ્લાહનાં નોટઆઉટ 54 રનની ઈનિંગનાં આભારે આઠ વિકેટનાં નુકસાન પર 294 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ ભલે આ મેચમાં પકડ બનાવીનેે બેઠુ છે પરંતુ આ ગુસ્સામાં કરવામા આવેેલી પ્રતિક્રિયા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. જો કે આવુ પહેલીવાર નથી થઇ રહ્યુ, આ પહેલા પણ ઘણીવાર મેદાનમાં ખેલાડીઓ વચ્ચે તુ-તુ, મે-મે જોવા મળી જાય છે. પરંતુ આ વખતે ઝિમ્બાબ્વેનાં ખેલાડીએ તો હદ પાર કરી દીધી હતી.