Dandi Yatra/ Dy.Cm. નીતિન પટેલ 12મીએ રાજકોટમાં, દાંડી યાત્રા નિમિત્તેના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં 75 સ્થળોએ દાંડી યાત્રા નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આગામી તારીખ 12 માર્ચના રોજ દાંડી યાત્રા નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ

Gujarat
nitin patel Dy.Cm. નીતિન પટેલ 12મીએ રાજકોટમાં, દાંડી યાત્રા નિમિત્તેના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં 75 સ્થળોએ દાંડી યાત્રા નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,આગામી તારીખ 12 માર્ચના રોજ દાંડી યાત્રા નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ હાજરી આપશે.આ કાર્યક્રમો અન્વયે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ સમગ્ર રાજ્યમાં સ્થળોનો પ્રવાસ ખેડી અને વિવિધ જિલ્લાઓના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને પ્રોત્સાહન પૂરુ પાડશે.

Election / CM મમતા બેનરજીએ નંદીગ્રામ બેઠક માટે ઉમેદવારી નોંધાવી, એ પહેલા આ ખાસ કામ કર્યું

રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મહાનુભાવોના પ્રવચનો સહિતના અનેક કાર્યક્રમો રાખવામાં આવેલ છે અને તેમાં નાયબ મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે.રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ત્રંબા ખાતે રાખવામાં આવેલ છે અને તેમાં સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેનાર છે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દિલ્હી / CM કેજરીવાલે પોતાને રામ અને હનુમાનના ભક્ત ગણાવતા કહ્યું કંઇક આવું…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…