Not Set/ Avan Trend E ઇલેટ્રીક સ્કૂટર લોન્ચ, સિંગલ ચાર્જિંગ પર ચાલશે 110 કિ.મી

Avan Motor દ્વારા નવું સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે.  આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. બે બેટરી ઓપ્શન સાથે બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે.  સિંગલ બેટરી મોડલની કિંમત 56,900 રૂપિયા છે જ્યારે ડબલ બેટરી વેરિયંટની કિંમત 81,269 રૂપિયા છે.  અવાન ટ્રેંડ ઇ ત્રણ કલર રેડ બ્લેક, બ્લેક રેડ અને વ્હાઇટ –બ્લૂમાં ઉપલબ્ધ છે.   આવી છે બેટરીની […]

Trending Tech & Auto
e scooter Avan Trend E ઇલેટ્રીક સ્કૂટર લોન્ચ, સિંગલ ચાર્જિંગ પર ચાલશે 110 કિ.મી

Avan Motor દ્વારા નવું સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે.  આ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. બે બેટરી ઓપ્શન સાથે બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે.  સિંગલ બેટરી મોડલની કિંમત 56,900 રૂપિયા છે જ્યારે ડબલ બેટરી વેરિયંટની કિંમત 81,269 રૂપિયા છે.  અવાન ટ્રેંડ ઇ ત્રણ કલર રેડ બ્લેક, બ્લેક રેડ અને વ્હાઇટ –બ્લૂમાં ઉપલબ્ધ છે.

 

આવી છે બેટરીની વિશેષતા

અવાન ઇ સ્કૂટરની સિંગલ બેટરી ફુલ ચાર્જ થતા 60 કિલોમીટર સુધી ચાલે છે.ડબલ બેટરી ફુલ ચાર્જ થતા  110 કિલોમીટર ચાલશે. સ્કૂટરમાં આપવામાં આવેલી લિથિયમ –આયન બેટરી 2થી 4 કલાકમાં ખુલ ચાર્જ થઈ જાય છે.  તેની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્કૂટરનું વજન 150 કિલોગ્રામ છે.

 

ફીચર્સમાં છે આ વિશેષતા

ફીચર્સની વાત કરીએ તો અવાન ટ્રેંડ ઇ સ્કૂટરમાં  16 ઇંચ અલોય વ્હિલ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. ફ્રંટમાં ડિસ્ક તથા રિયરમાં ડ્રમ બેક છે. સ્કૂટરમાં હાઇડ્રોલિક ફંટ સસ્પેંશન અને કોઇય સ્પ્રિંગ રિયર સસ્પેન્શન પણ છે. સ્કૂટર પર પાછળ બેસનારા માટે નાનું બેક રેસ્ટ સીટ અને અંદર તથા ફ્રન્ટ પેનલમાં સામાન રાખવાની જગ્યા પણ છે.સ્કૂટરમાં બોટલ હોલ્ડર પણ આપવામાં આવ્યું છે. ઉપરાંત ઇલેકટ્રિક સ્કૂટરમાં સ્માર્ટ કી ફીચર પણ છે. જે કારની જેમ લોકની સુવિધા આવે છે