કર્ણાટક/ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારના ચોપર સાથે અથડાયું ગરુડ, કોકપીટનો તુટ્યો કાચ

કર્ણાટકમાં પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર તેમના હેલિકોપ્ટરમાં કોલાર નજીક મુલબાગીલુ ગયા. બેંગલુરુથી 40 કિમી દૂર હોસ્કોટે નજીક એક ગરુડ તેમના હેલિકોપ્ટરના કાચ સાથે આકાશમાં અથડાયું

Top Stories India
ગરુડ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડીકે શિવકુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

કર્ણાટકમાં પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર તેમના હેલિકોપ્ટરમાં કોલાર નજીક મુલબાગીલુ ગયા. બેંગલુરુથી 40 કિમી દૂર હોસ્કોટે નજીક એક ગરુડ તેમના હેલિકોપ્ટરના કાચ સાથે આકાશમાં અથડાયું અને હેલિકોપ્ટરના કાચને તોડી નાખ્યો. આ પછી, પાયલોટે ઉતાવળમાં HAL એરપોર્ટ પર છાપરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. જોકે, આ અકસ્માતમાં શિવકુમાર અને પાયલોટનો આબાદ બચાવ થયો છે.

આપને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. આ નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે અને પોતાના ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે. તમામ પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. કર્ણાટક ચૂંટણી માટે 10મી મેના રોજ મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 13મી મેના રોજ જાહેર થશે. હવે રાજ્યમાં કોની સરકાર બનશે તે તો 13 મેના રોજ જ ખબર પડશે.

આ પણ વાંચો:આગામી પાંચ વર્ષમાં ભારતીય જોબ માર્કેટમાં 22 ટકા ફેરફારઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

આ પણ વાંચો:કોંગ્રેસની મોદીને 92મી ગાળ, મલ્લિકાર્જુન ખડગે બાદ પુત્ર પ્રિયંકે પીએમને કહ્યા’અપશબ્દો’

આ પણ વાંચો: ‘કેરળ સ્ટોરી’ ફિલ્મ શું છે અને જાણો તેનો વિવાદ

આ પણ વાંચો: છૂટાછેડામાં છ મહિનાના પ્રતીક્ષા સમયગાળા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:કર્ણાટકમાં ચૂંટણી પહેલા ભાજપે આ બાબતમાં મારી બાજી, કોંગ્રેસ હજી અવઢવમાં