Not Set/ કચ્છ/ આજે ફરી વહેલી સવારે અનુભવાયો ભૂકંપ

સવારે 5 કલાકે ભૂકંપનો આંચકો અનભુવાયો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 ભચાઉથી 12 કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિદું સતત ભૂકંપના આંચકાથી લોકોમાં દહેશત છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જુદા જુદા સ્થળો પર ભૂકંપના આંચકા વધી રહ્યા છે. ગતરોજ બુધવારે  ભચાઉના દુધઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 5 વાગ્યા ભચાઉ ખાતે ભૂકંપના આંચકા […]

Gujarat Others
ભૂકંપના
  • સવારે 5 કલાકે ભૂકંપનો આંચકો અનભુવાયો
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3
  • ભચાઉથી 12 કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિદું
  • સતત ભૂકંપના આંચકાથી લોકોમાં દહેશત

છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જુદા જુદા સ્થળો પર ભૂકંપના આંચકા વધી રહ્યા છે. ગતરોજ બુધવારે  ભચાઉના દુધઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 5 વાગ્યા ભચાઉ ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભુક્મ્પનું એપી સેન્ટર ભચાઉથી 12 કિ.મી. દૂર ભૂગર્ભમાં નોધાયું છે. જેની તીવ્રતા 2.૩ ની હતી.  વારંવાર આવતા આંચકાને લઈને કચ્છમાં ફરી મોટો ભૂકંપની  લોકોને દેહશત સતાવી રહી છે.

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી આવી રહેલા ભૂકંપના હળવા-ભારે આંચકાઓ વચ્ચે હાલમાં સૌરાષ્ટ્રના માંગરોળ નજીક 3.1 અને કચ્છના દુધઈ નજીક 2.9ની તીવ્રતાના ભૂકંપના નોંધપાત્ર આંચકા આવતા લોકોમાં ફરી ભયની લાગણી ઉભી થઈ છે. જોકે આંચકાઓના કારણે જાન-માલની હાનિ થઈ હોય તેવા કોઈ અહેવાલો નથી. પરંતુ કેટલાક સમયથી આંચકાની વધી રહેલી તીવ્રતા ધ્યાન ખેંચનારી બની રહી છે. આ સંજોગોમાં લોકોને મોટો ભૂકંપ આવવાનો ભય સતાવી રહ્યો છે.

સામાન્ય રીતે ૩ની તીવ્રતાથી નીચેના આંચકા સામાન્ય રીતે ઓછા અનુભવાય છે. પરંતુ તેનાથી ઉપરની તીવ્રતાનો આંચકો આવે તો તેની ધ્રુજારી લોકો સ્પષ્ટ રીતે અનુભવ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન