Earth Quake/ પાપુઆ ન્યુ ગિનીમાં ધરતી ધ્રૂજી, 7.7ની તીવ્રતાના ભૂકંપના લીધે ભારે તબાહીની આશંકા

પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી.

Top Stories World
6 19 પાપુઆ ન્યુ ગિનીમાં ધરતી ધ્રૂજી, 7.7ની તીવ્રતાના ભૂકંપના લીધે ભારે તબાહીની આશંકા

પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી. જોરદાર આંચકાના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા અને અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી, આ ભૂંકપથી લીધે ભારે તબાહીની આશંકા સેવાઇ રહી છે. આ ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી ભારે  વિનાશ સર્જાયો હોવાની સંભાવના રહેલી છે.

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપ કેન્ટોન્ટુ શહેરની નજીક 61 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયો છે. ભૂકંપના કારણે મડાંગ શહેરમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે.USGS એ ભૂકંપ પછી સુનામીની ચેતવણી પણ જારી કરી હતી, પરંતુ સંસ્થાએ પાછળથી કહ્યું હતું કે સુનામીનો ખતરો ટળી ગયો હતો. મદંગના સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમને અચાનક જ જોરદાર આફ્ટરશોકનો અનુભવ થયો છે.