OMG!/ મેચ દરમિયાન આવ્યો ભૂકંપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે પ્લેટ-ગ્રૂપ મેચ દરમિયાન ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પોર્ટ ઓફ સ્પેનનાં કિનારે આવેલા ક્વીન્સ પાર્ક ઓવલ મેદાનમાં પણ આંચકા અનુભવાયા હતા.

Sports
1 2022 01 31T072150.038 મેચ દરમિયાન આવ્યો ભૂકંપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે પ્લેટ-ગ્રૂપ મેચ દરમિયાન ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પોર્ટ ઓફ સ્પેનનાં કિનારે આવેલા ક્વીન્સ પાર્ક ઓવલ મેદાનમાં પણ આંચકા અનુભવાયા હતા. આયર્લેન્ડ ક્રિકેટે પણ એક ટ્વિટમાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, ત્રિનિદાદનાં કિનારે 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ઘટના ઝિમ્બાબ્વેની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં બની હતી. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે મેદાન પર રમી રહેલા ખેલાડીઓને પણ તેની ખબર નહોતી.

આ પણ વાંચો – ધરપકડ / માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલરની ધરપકડ, ગર્લફ્રેન્ડે લગાવ્યો હુમલો અને શારીરિક શોષણના ગંભીર આરોપ

છઠ્ઠી ઓવર દરમિયાન ઝિમ્બાબ્વેની ઇનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોમેન્ટેટર્સ કહી રહ્યા છે કે તેઓ ભૂકંપનાં આંચકા અનુભવી રહ્યા છે. જો કે આ દરમિયાન મેદાન પર હાજર ખેલાડીઓ આ ઘટનાથી બિલકુલ અજાણ જોવા મળ્યા હતા. જ્યારે ભૂકંપનાં આંચકા અનુભવાયા ત્યારે બંને ટીમનાં ખેલાડીઓ પોતાની રમત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપ દરમિયાન, કોમેન્ટેટર એન્ડ્રુ લિયોનાર્ડ તેના પાર્ટનરને કહેતા સાંભળવા મળ્યા હતા, “મને લાગે છે કે ધરતીકંપ આવ્યો છે. આપણે ખરેખર ભૂકંપનો સામનો કરી રહ્યા છીએ. આપણી બાજુથી કોઈ ટ્રેન પસાર થઈ હોય એવું લાગ્યું. પરંતુ ક્વીન્સ પાર્ક ઓવલ ખાતેનું આખું મીડિયા સેન્ટર ધ્રૂજી રહ્યું હતું. તે સમયે કોમેન્ટેટર એન્ડ્રુ લિયોનાર્ડે રવિવારની સવારે (30 જાન્યુઆરી) ક્રિકબઝને જણાવ્યું હતું કે, “તે કદાચ 15 થી 20 સેકન્ડ સુધી ચાલ્યું હતું. એવું ક્યારેય લાગ્યું ન હતું કે મીડિયા સેન્ટર તૂટી જશે અથવા કંઈપણ. કોઈને ખબર ન હોતી કે તે ક્યારે ખતમ થઇ ગયુ. લાગ્યુ હતુ કે તે ખૂબ ઝડપી છે. તે થોડું ડરામણું પણ હતું.”

આ પણ વાંચો – Tennis Rankings / ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બાર્ટી ટોપ પર યથાવત છે, પુરુષોમાં જોકોવિચે ફરી રેન્કિંગમાં પ્રથમ સ્થાને

મેદાન પરનાં ખેલાડીઓને આ વિશે ખબર ન હોતી. આયર્લેન્ડનાં કેપ્ટન ટિમ ટેક્ટરે સમજાવ્યું, “અમને ખબર ન હોતી કે કંઈપણ થયું છે. અમે મેદાન પર હતા અને કદાચ આ જ કારણે અમને લાગ્યું પણ નહીં. તે 5.2 ની તીવ્રતાનો ભૂકંપ હતો, તે વિશાળ હતો પરંતુ, ના, અમને તે દરમિયાન કંઈપણ લાગ્યું ન હોતું કે સંભળાયુ પણ નહોતુ.”