Not Set/ કચ્છ/ વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિમી દૂર 2.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો સવારે 6.28 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતના જુદા જુદા જીલ્લામાં નાના નાના ભૂકંપના આંચકા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા નવસારી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર […]

Gujarat Others
172276 earthquake કચ્છ/ વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
  • કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિમી દૂર
  • 2.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
  • સવારે 6.28 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતના જુદા જુદા જીલ્લામાં નાના નાના ભૂકંપના આંચકા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા નવસારી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ જામનગર જિલ્લામાં પણ અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવયાં હતા. ત્યારે હવે કચ્છ માં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6.28  વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.

આ ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 2.1ની નોધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિમી દૂર હતું. વારંવાર જુદા જુદા જીલ્લામાં અનુભવતા આ આંચકાને કારણે લોકોમાં મોટા ભૂકંપના એંધાણ હોવાનો ભય પણ વ્યાપી રહ્યોછે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.