School/ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા ખોલવા અંગે કરી સ્પષ્ટતા

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા ખોલવા અંગે કરી સ્પષ્ટતા હતી. SOP પ્રમાણે વાલીઓની મંજૂરી ફરજિયાત હોવાનું સ્પષ્ટ કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે,

Gujarat Others
chudasamabhupendrasinh શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા ખોલવા અંગે કરી સ્પષ્ટતા
  • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન
  • શાળા ખોલવા અંગે કરી સ્પષ્ટતા
  • SOP પ્રમાણે વાલીઓની મંજૂરી ફરજિયાત
  • 23 નવેમ્બરે શાળા ખોલવાના નિર્ણય
  • અગાઉ 7 રાજ્યોએ શાળા ખોલી છે
  • કેન્દ્રની એસઓપી મુજબ અમલ કરાશે
  • બાળકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા ખોલવા અંગે કરી સ્પષ્ટતા હતી. SOP પ્રમાણે વાલીઓની મંજૂરી ફરજિયાત હોવાનું સ્પષ્ટ કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ જણાવ્યુ કે, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા રાજ્યમાં શાળા ખૂલી ગઇ છે. શાળા ખોલવા નિર્ણયમાં આપણે પહેલ નથી કરી. દેશમાં શાળા ખોલવામાં ગુજરાત પ્રથમ ક્રમે નથી. 7 રાજ્યોમાં સપ્ટેમ્બરમાં જ શાળા ખુલી હતી. 

આપણે ત્યાં હવે ઓકટોબર, નવેમ્બરમાં અન્ય રાજ્યોની સાથે શાળા ખોલવામાં આવી છે. રાજ્ય સરકાર એસઓપીની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર બાળકની સલામતીમાં કોઈ બાંધ છોડ નહીં કરે. માતા-પિતાની લેખીત મંજૂરી લેવામાં આવશે.  23 નવેમ્બરે શાળા ખોલવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, લેખિત મંજૂરીએ કેન્દ્ર સરકારની એસઓપી મુજબ આપડે અમલ કરવાનો છે. 

જુઓ આ વીડિયો અહેવાલ – શાળા-કોલેજ શરૂ કરવા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનુ નિવેદન