Gujarat/ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભવિભક્તો સાથે પંપાસરોવર થી શબરીધામની પદયાત્રામાં જોડાયા

શબરીમાતા સેવા સમિતિ દ્વારા દર વર્ષે પંપાસરોવર થી શબરીધામ પદયાત્રા અને શ્રીરામ શબરી મિલનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. શ્રીરામ અને લક્ષ્મણના વસ્ત્રોમાં સજ્જ બાળકો સાથે…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 15T111624.928 શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભવિભક્તો સાથે પંપાસરોવર થી શબરીધામની પદયાત્રામાં જોડાયા

Gujarat News: ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભવિભક્તો સાથે પંપાસરોવર થી શબરીધામ 10 કિ.મી.ની પદયાત્રામાં જોડાયા છે. શબરીમાતા સેવા સમિતિ દ્વારા દર વર્ષે શ્રીરામ શબરી મિલનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે.

WhatsApp Image 2024 01 15 at 11.10.55 AM શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભવિભક્તો સાથે પંપાસરોવર થી શબરીધામની પદયાત્રામાં જોડાયા

પ્રભુ શ્રીરામ આજના દિવસે જે પંપા સરોવર થી શબરી ધામ આવ્યા હતા. તેની સ્મૃતિમાં શબરીમાતા સેવા સમિતિ દ્વારા દર વર્ષે પંપાસરોવર થી શબરીધામ પદયાત્રા અને શ્રીરામ શબરી મિલનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. શ્રીરામ અને લક્ષ્મણના વસ્ત્રોમાં સજ્જ બાળકો સાથે પંપા સરોવર થી ભાવિક ભક્તો 10 કિલોમીટર ચાલી શબરીધામ પહોંચ્યા હતા. જ્યાં ઠેર ઠેર આસ્થાળુઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

દર વર્ષની જેમ આ વખતે પણ શબરીધામના મુખ્ય સંચાલક અસિમાનંદ સ્વામીજી તથા મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજના સાંનિધ્યમાં શબરીધામ ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે ‛‛શ્રીરામ આગમન મહોત્સવ’’ નો પરંપરાગત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું.

જેમાં રાજ્ય સરકારના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, કુંવરજી હળપતિ, પૂર્વ મંત્રી નરેશ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ