સુરેન્દ્રનગર/ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું શૈક્ષણિક અધિવેશન

સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવી શિક્ષણ નીતિનું આવનાર વર્ષમાં ગુજરાતના છેવાડાના ગામ સુધી સઘન અમલીકરણ થાય

Gujarat
Untitled 93 8 સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું શૈક્ષણિક અધિવેશન

સુરેન્દ્રનગર જિલ્લામાં આજ તારીખ 30 મી ડિસેમ્બરના રોજ હોટલ શિવ ઇન્ટરનેશનલ-સુરેન્દ્રનગર ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી તેમજ જિલ્લા આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ ઉપસ્થિતોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં રાજ્ય મંત્રી એ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણમાં સૌથી મોટું યોગદાન શિક્ષણનું હોય છે. એટલે જ દેશમાં શિક્ષકોને રાષ્ટ્ર નિર્માતા તરીકે નવાજવામાં આવે છે. સમગ્ર ઝાલાવાડ વિસ્તારમાં આર્થિક અને સામાજિક ક્ષેત્રે સમાજોનું ઉત્થાન શિક્ષણ થકી જ થયું છે. તેમણે ઉમેર્યું કે, પ્રવર્તમાન સરકાર દ્વારા હાલમાં ગરીબોને શિક્ષિત કરી, ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો લાવવાથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવી શિક્ષણ નીતિનું આવનાર વર્ષમાં ગુજરાતના છેવાડાના ગામ સુધી સઘન અમલીકરણ થાય, અને જેના થકી ગુજરાતનું બાળક શિક્ષિત થઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રાજ્ય મંત્રી ના હસ્તે જિલ્લાના નિવૃત્ત આચાર્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એમ બારડ, પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, અગ્રણી સર્વ નારણભાઇ પટેલ, દિગ્વિજયસિંહ ઝાલા, વિષ્ણુભાઈ પટેલ, એમ.યુ. ટમાલિયા અને હરદેવસિંહ જાડેજા સહિત સુરેન્દ્રનગર જિલ્લાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.