વડોદરા/ સંસ્કારી નગરીમાં હોસ્પિટલે જ માનવતાની મજાક ઉડાવી, વૃધ્ધાને રોડ પર ફેંકી

વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અહીં સારવાર માટે આવેલી એક વૃદ્ધ મહિલા પગમાં સળિયા સાથે રસ્તા પર રઝળતી જોવા મળી હતી.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2023 11 02T141037.431 સંસ્કારી નગરીમાં હોસ્પિટલે જ માનવતાની મજાક ઉડાવી, વૃધ્ધાને રોડ પર ફેંકી

Vadodara News: વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અહીં સારવાર માટે આવેલી એક વૃદ્ધ મહિલા પગમાં સળિયા સાથે રસ્તા પર રઝળતી જોવા મળી હતી. મોર્નિંગ વોક માટે નીકળેલા કાઉન્સિલરે બિનવારસી વૃદ્ધાને જોયા જે બાદ મ્યુનિસિપલ કમિશનરે 108 એમ્બ્યુલન્સ બોલાવી અને મહિલા દર્દીને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરી.

મળતી માહિતી મુજબ, વૃદ્ધાને બાંધેલી પટ્ટીઓ અને દસ્તાવેજો સયાજી હોસ્પિટલના હતા. ભાજપના મહિલા કાઉન્સિલર જાજુર્તિ કાકાએ મહિલા દર્દીને જોઈને બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો.કાઉન્સિલરે વૃદ્ધની તપાસ કરી અને ફરીથી એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા. ગંભીર હાલતમાં પડેલા વૃદ્ધના શરીર પર કીડીઓ પણ ફરતી હતી. સાથે જ કાઉન્સિલર સયાજી હોસ્પિટલને શરમાવે તેવી ઘટના અંગે સરકારને કડક કાર્યવાહી કરવા પણ જાણ કરશે.

સયાજી હોસ્પિટલના ડોક્ટર-નર્સિંગ સ્ટાફે માનવતા ભૂલી ગયા હોય તેમ ક્રેચના સહારે એક ભિક્ષુક મહિલા દર્દીને રસ્તા પર છોડી દીધી ત્યારે ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ આ બાબત ધ્યાનમાં લીધી. જેથી તેમણે તાત્કાલિક 108ને ફોન કરી મહિલાને સારવાર માટે ખસેડી હતી. તે જ સમયે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો કર્મચારીઓ જાણે કશું બન્યું જ ન હોય તેમ બેઠા હતા. બાદમાં કાઉન્સિલરે મહિલાની સારવાર માટે ઇમરજન્સી વોર્ડના ડોકટરો અને નર્સિંગ સ્ટાફને પણ ફટકાર લગાવી હતી. આ સાથે કાઉન્સિલર જાગૃતિ કાકાએ પણ આ સમગ્ર મામલે વિધાનસભાના વ્હીપ બાલકૃષ્ણ શુક્લાને ફરિયાદ કરી છે. જેમાં સયાજી હોસ્પિટલના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 સંસ્કારી નગરીમાં હોસ્પિટલે જ માનવતાની મજાક ઉડાવી, વૃધ્ધાને રોડ પર ફેંકી


આ પણ વાંચો:1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા