Crime/ પૈસા મંતરી આપવાના નામે 2 ગઠીયા 60 હજાર લઈને ફરાર, બનાસકાંઠાથી સિવિલ હોસ્પિટલમાં પત્નિની સારવાર માટે આવેલા વૃધ્ધ છેતરાયા

અમદાવાદનાં શાહિબાગ પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય ખેડુતે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ખોડાજી રાજપૂત નામનાં ખેડુત બનાસકાંઠાના સુઈગામ ખાતે રહે છે.

Ahmedabad Gujarat
Untitled 79 પૈસા મંતરી આપવાના નામે 2 ગઠીયા 60 હજાર લઈને ફરાર, બનાસકાંઠાથી સિવિલ હોસ્પિટલમાં પત્નિની સારવાર માટે આવેલા વૃધ્ધ છેતરાયા

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અમદાવાદનાં શાહિબાગ પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય ખેડુતે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ખોડાજી રાજપૂત નામનાં ખેડુત બનાસકાંઠાના સુઈગામ ખાતે રહે છે. થોડા સમય પહેલા તેઓની પત્નિ લીલાબેનને આંતરડામાં ગાંઠ થઈ હતી, જેની સારવાર માટે તેઓ પાટણની સિવિલ હોસ્પિટલ જતા ત્યાંનાં તબીબે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવાનું જણાવ્યુ હતુ. જેથી 16મી માર્ચે વૃધ્ધ અસારવા સિવિલ હોસ્પિટલનાં કેન્સર વિભાગમાં ગયા હતા, જ્યાં તબીબે તેઓની પત્નિનું આતંરડાનું ઓપરેશન કરવાનું જણાવ્યુ હતુ.  23મી માર્ચે ખેડાજીની પત્નિ લીલાબેનનું સિવિલ હોસ્પિટલમાં આંતરડાનુ ઓપરેશન થયો હોવાથી તેઓનો દિકરો અને ભત્રીજો પત્નિ સાથે હોસ્પિટલમા રોકાયા હતા અને ખેડુત સિવિલ હોસ્પિટલ સામે જીવરાજ માસ્તરની ચાલીમાં આવેલા રાજપૂત સમાજ ભવનમાં રોકાયા હતા.

 25મી માર્ચે એટલે કે ગુરૂવારનાં રોજ સવારનાં સમયે ખોડાજી રાજપૂત સમાજ ભવનથી ચાલીને સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બે શખ્સો તેમને મળ્યા હતા અને વાતોમાં ભેળવી દિધા હતા. ખોડાજીને બન્ને શખ્સોએ દેવમાં માનો છો તેમ કહીને એક રૂપિયો આપવાનું કહ્યુ હતુ. જેથી તેઓએ એક રૂપિયાનો સિક્કો કાઢ્યો હતો. ત્યારે બે શખ્સમાંથી એક શખ્સે તે રૂપિયાનો સિક્કો પોતાની મુઠ્ઠીમાં બંધ રખાવ્યો હતો. ખોડાજીએ મુઠ્ઠી ખોલીને જોતા રૂપિયાનો સિક્કો કંકુવાળો  થઈ ગયો હતો. જે બાદ શખ્સે ખોડાજી રાજપૂતને “તમારા પાસે બીજા પૈસા છે તે આપો મંતરી આપુ ” તેવુ કહેતા વૃધ્ધે પોતાનાં પાસે પૈસા ન હોવાનું જણાવ્યુ હતુ.  જે બાદ બન્ને શખ્સોએ ખોડાજીનાં ખીસ્સાને અડીને પૈસા છે તેમ કહ્યુ હતુ. જેથી અંતે વૃધ્ધે પોતાનાં ખીસ્સામાંથી કોથળીમાં વીટાળેલી 500 રૂ. ના દરની 120 ચલણી નોટ એમ 60 હજાર રૂપિયા કાઢીને તે શખ્સનાં હાથમાં મુકતા તે શખ્સે રૂપિયા એક સફેદ કાગળમાં મુકીને પોતે પાછળ ફરીને  આ પૈસા લઈ લઉ કે પાછા આપુ તેવુ કહેતા શખ્સે વૃધ્ધને સફેદ પડીકુ આપીને રિક્ષામાં બેસીને બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા.

 ખોડાજી રાજપૂતે થોડા આગળ ચાલીને પડીકુ ખોલીને જોતા તેમાં કાગળનાં ડુચા વાળેલા હતા. જેથી તે બન્ને શખ્સોએ વાતોમાં ભેળવી તેઓની પાસેનાં 60 હજાર લઈને ફરાર થઈ જતા આ મામલે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.