બૈજિંગઃ ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કની ભારતની મુલાકાત રદ થઈ છે, પરંતુ તે ચીન જઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા માટે ચીન બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. મસ્ક હવે ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. મસ્ક ચીનમાં ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ (એફએસડી)ના સોફ્ટવેરને લોન્ચ કરવા અંગે ચર્ચા કરવા અને સ્વાયત્ત ડ્રાઇવિંગ ટેકનોલોજી માટે અલ્ગોરિધમની તાલીમ માટે દેશમાં એકત્રિત ડેટા ટ્રાન્સફર કરવાની મંજૂરી મેળવવા માટે બૈજિંગમાં વરિષ્ઠ ચાઇનીઝ અધિકારીઓને મળ્યા હતા.
ટેસ્લાએ 2021થી તેની ચાઇનીઝ ફ્લાઇટ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા ચાઇનીઝ નિયમોનુસાર શાંઘાઇમાં સંગ્રહિત કર્યા છે. તેને અમેરિકામાં ટ્રાન્સફર કર્યા નથી. ટેસ્લા તેના બંને મુખ્ય બજારો અમેરિકા અને ચીનમાં ધીમા વેચાણ સામે સંઘર્ષ કરી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ મસ્કની આ મુલાકાતને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ઇલેક્ટ્રિક વાહનના વેચાણને પ્રોત્સાહનના સ્વરૂપમાં જોવામાં આવે છે.
ટેસ્લાના વડા ભારત આવવાના હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. પણ હવે તેઓ એક અઠવાડિયા પછી ચીન જવાના છે. મસ્કે અગાઉ દક્ષિણ એશિયાના બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. મસ્કે ગયા વર્ષે જૂનમાં જણાવ્યું હતું કે તેઓ 2024માં ભારતમાં આવવાની યોજના બનાવી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની આવશે અને શક્ય તેટલી વહેલા પ્રવેશ કરશે. પીએમ મોદીએ પણ મસ્કને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. મસ્કે જણાવ્યું હતું કે હું પીએમ મોદીના સમર્થન માટે આભાર માનું છું.
આ પણ વાંચો:અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત
આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો
આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત