ખેડૂતોના નામે છેતરપિંડી/ ખેડૂતોના નામે ખોટા લોન ખાતાઓ ઉભા કરી 6 કરોડથી પણ વધુ રકમની ઉચાપાત

@Ammar Bhakhai, Junagadh Junagadh News: ખેડૂતોના નામે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ભેસાણ જિલ્લા સહકારી બેંકના પૂર્વ મેનેજર વાંદરવડ સેવા સહકારી મંડળીમંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા સભાસદોના નામે 6 કરોડથી પણ વધુ રકમની ઉચાપાત કરતા ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભેસાણ તાલુકાના વાંદરવડ ગામની સેવા સહકારી મંડળી માં ઉચાપાત થવા અંગે […]

Top Stories Gujarat Others
ખેડૂતોના નામે વધુ એક કૌભાંડ પૂર્વ મેનેજર મંડળીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ page 0001 ખેડૂતોના નામે ખોટા લોન ખાતાઓ ઉભા કરી 6 કરોડથી પણ વધુ રકમની ઉચાપાત
@Ammar Bhakhai, Junagadh
Junagadh News: ખેડૂતોના નામે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ભેસાણ જિલ્લા સહકારી બેંકના પૂર્વ મેનેજર વાંદરવડ સેવા સહકારી મંડળીમંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા સભાસદોના નામે 6 કરોડથી પણ વધુ રકમની ઉચાપાત કરતા ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ભેસાણ તાલુકાના વાંદરવડ ગામની સેવા સહકારી મંડળી માં ઉચાપાત થવા અંગે જીડીસી બેંકના ભેસાણ શાખા ના મેનેજર દ્વારા આ સમગ્ર બાબતનો ઘટસ્પોટ કરવામાં આવ્યો હતો જેમાં ભેસાણ શાખાના જ પૂર્વ બ્રાંચ મેનેજર વાંદરવડ સેવા સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ સમગ્ર કૌભાંડનો આંકડો ₹6 કરોડ ને પાર કરી ગયો છે. વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ ભીખાભાઈ કપુરીયા મંત્રી કમલેશ બાલાસંકર દવે ઉર્ફે કમલેશ ભરાડ તેમજ રમેશ ડાયાભાઈ રામાણી દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ભેસાણ બ્રાંચ ના મેનેજર તેમજ સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીઓ દ્વારા એકબીજાને મદદગારી કરીને બેન્ક પાસેથી લીધેલ ધિરાણ ખેડૂતો સભાસદોને આપવાને બદલે ખોટા લોન ખાતા ઉભા કરી તેમ જ ખોટા સરવૈયા બનાવી રજૂ કર્યા હતા અને ખોટા હિસાબો બનાવીને આ સમગ્ર હિસાબો ખોટા આવવાનો જણાતા તેમ છતાં તેને સાચા તરીકે બતાવી ઉપયોગ કર્યો હતો અને બેંકમાં રજૂ કરી ખોટા દસ્તાવેજો બનાવીને તે ખોટું હોવાનું જણાવતા તેને સાચા તરીકે બતાવવામાં આવ્યા હતા અને બેંકમાં રજૂ કરેલા વાંદરવડ સેવા સહકારી મંડળીના રોજબરોજના વહીવટ ઉપર અપ્રમાણિક થી દેખરેખ રાખવામાં આવી હતી તેમજ ગુનાહિત ઇરાદાથી એકબીજાની મદદગારી કરીને આ સમગ્ર આચારવામાં આવ્યું હતું. આરોપીઓએ બેંકમાંથી માગવામાં આવેલ રેકોર્ડ ફરિયાદીને સોંપ્યું ન હતું જેને લઇને તેની સૂચના તેમજ માહિતી આપવા બદલ આદેશોનું જાણીબુજીને પાલન નહીં કરી અને ખોટા પત્રકો બનાવીને હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ખોટો લાભ અને ખોટા ધિરાણો કરીને મંજૂર કરવામાં આવેલી રકમ વાંદરવડ સેવા સહકારી મંડળીના ચોપડા કાગળ જામીનગીરી સાથે ચેડા કરી અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. નવ ખેડૂતોના ખાતામાંથી લાખ રૂપિયા ની પૈસાની ઉંચાપાત કરવામાં આવી છે ઉપરાંત 21 ખેડૂતોના નામે ખોટા દસ્તાવેજો બનાવીને તેને સાચા બતાવી તેમના નામે પણ છેતરપિંડી અને ગેરરીથી આચરવામાં આવી છે આ સમગ્ર મામલે લઈલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ત્યારે ત્રણ શખ્સોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે હજુ પણ કેટલાક શોક સંડોવાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આમ જુનાગઢ જિલ્લામાં ખેડૂતોના નામે વધુ એક છેતરપિંડી સામે આવી છે. નિર્દોષ ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચારના શખ્સો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગણી પણ કરવામાં આવી છે..