Not Set/ 12થી17 વર્ષના બાળકો પર કોવિડ રસી કોવોવેક્સના આપતકાલીન ઉપયોગની કરી ભલામણ

દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ 12 થી 17 વર્ષની વયના બાળકો માટે આપાતકાલીન ઉપયોગ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ની કોવિડ-19 રસી કોવોવેક્સની ભલામણ કરી છે

Top Stories India
8 4 12થી17 વર્ષના બાળકો પર કોવિડ રસી કોવોવેક્સના આપતકાલીન ઉપયોગની કરી ભલામણ

દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ 12 થી 17 વર્ષની વયના બાળકો માટે આપાતકાલીન ઉપયોગ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ની કોવિડ-19 રસી કોવોવેક્સની ભલામણ કરી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ 28 ડિસેમ્બરે પુખ્ત વયના લોકોમાં કટોકટીમાં મર્યાદિત ઉપયોગ માટે કોવોવેક્સને મંજૂરી આપી હતી. દેશના રસીકરણ અભિયાનમાં હજુ સુધી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સરકારી અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંઘે 21 ફેબ્રુઆરીના રોજ DCGIને 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સના ઇમરજન્સી ઉપયોગની માંગ કરતી અરજી સબમિટ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિએ શુક્રવાર, 4 માર્ચે SIIની અરજી પર વિચાર-વિમર્શ કર્યો અને કોવોવેક્સને EUAની ભલામણ કરી. હવે ભલામણને મંજૂરી માટે DCGIને મોકલવામાં આવશે.

EUAની અરજીમાં, સિંહે જણાવ્યું હતું કે 12 થી 17 વર્ષની વયના લગભગ 2,700 બાળકો પરના બે અભ્યાસના ડેટા દર્શાવે છે કે કોવોવેક્સ ખૂબ અસરકારક, રોગપ્રતિકારક અને સલામત છે. એક સ્ત્રોતે સિંહને ટાંકીને જણાવ્યું હતું કે, “આ મંજૂરી ફક્ત આપણા દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક રહેશે અને વિશ્વ માટે ભારતમાં ઉત્પાદન કરવાના વડા પ્રધાનના વિઝનને પૂર્ણ કરશે.” અમારા CEO અદાર પૂનાવાલાના વિઝનને અનુરૂપ, અમને વિશ્વાસ છે કે કોવોવૅક્સ આપણા દેશ અને વિશ્વના બાળકોને COVID-19 સામે રક્ષણ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને આપણા ત્રિરંગાને વિશ્વમાં ઊંચો રાખશે.