Not Set/ વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો વતન પહોચતાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

પાકિસ્તાન જેલ માં હજુ પણ 560 જેટલા માછીમારો યાતના વેઠી રહ્યાં છે જે પૈકી અનેક સજા કાપતા મોત ને પણ ભેટે છે.

Top Stories Gujarat Others
ભારતીય માછીમારો વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો વતન પહોચતાં

પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુકત કરતા તેઓ માદરે વતન વેરાવળ આવી પહોંચ્યા હતા.. વર્ષો બાદ માછીમારોના પરિવાર સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા. મહત્વનું છે કે હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાથી તેમને પણ જલદીથી મુક્ત કરાવવામાં આવે તેવી માંગ માછીમારોના પરિવાર જનો કરી રહ્યા છે.

  • માછીમારો વતન આવી પહોંચ્યા
  • વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંધ હતા
  • જેલ મુક્ત કરતા વતન આવી પહોંચ્યા

પાકિસ્તાન જેલ માં હજુ પણ 560 જેટલા માછીમારો યાતના વેઠી રહ્યાં છે જે પૈકી અનેક સજા કાપતા મોત ને પણ ભેટે છે. આવો જ એક હતભાગી માછીમાર સુત્રાપાડા ના જેન્તી કરશન સોલંકી નું ગત 14 ડિસેમ્બર ના જેલ માં મૃત્યુ થયું છે  હાલ મુક્ત થયેલ માછીમારો ના જણાવ્યા મુજબ જેન્તી ભાઈનું હૃદય રોગનો હૂમલો આવતા મૃત્યુ થયું છે. પરંતુ આજે એક માસ વીતી જવા છતાં આ હતભાગી માછીમાર નો મૃતદેહ તેમના સ્વાજન ને મળ્યો નથી.

છેલ્લા પંદર દિવસ થી ફિશરીઝ વિભગ ની ટિમ પણ વાઘા બોર્ડર પર માછીમારના મૃતદેહની રાહ જોઇ રહી છે.  બીજી તરફ પરિવારજનો પણ કલ્પાંત કરી રહ્યા છે. ત્યારે મૃતક માછીમારનો મૃતદેહ વહેલી તકે મળે તે માટે માછીમાર સમુદાય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.

Stock Market / શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 580 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17200 ની નીચે બંધ

આસ્થા /29 જાન્યુઆરીએ વિશેષ સંયોગમાં ભગવાન શિવ, વિષ્ણુ અને શનિદેવની પૂજા કરો, તમામ  સમસ્યાઓ દૂર થઈ શકે છે….

આસ્થા /પૈસાનું રોકાણ કે લેવડ-દેવડ કરતી વખતે જ્યોતિષ સાથે જોડાયેલી આ ખાસ વાતો રાખો, લાભ થશે…

આસ્થા /ફેબ્રુઆરીમાં મકર રાશિમાં બનશે પંચગ્રહી યોગ, આ 3 રાશિઓને મળશે ધન અને અન્ય લાભ…