શ્રીનગર/ જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં એનકાઉન્ટર, એક આંતકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાનાં કેશવા વિસ્તારમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. J&K પોલીસે જણાવ્યું કે, આતંકીઓની હિલચાલ અંગેની માહિતી ગત રાત્રે મળી હતી.

Top Stories India
11 138 જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં એનકાઉન્ટર, એક આંતકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાનાં કેશવા વિસ્તારમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓની હિલચાલ અંગેની માહિતી ગત રાત્રે મળી હતી. કેશવામાં ડ્રગ સ્મગલિંગ સાથે સંકળાયેલા અનાયત અશરફ ડારે સામાન્ય નાગરિક પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો – રાજકોટવાસીઓ માટે મહત્વના સમાચાર /  રંગીલા રાજકોટવાસીઓ જાણો ક્યારથી કરી શકશે ઈલેકટ્રીક બસની સવારી

અમને સૂત્રો પાસેથી માહિતી મળી, જેના પગલે ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. પોલીસે કહ્યું કે, આતંકવાદીને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું અને તેને સંપૂર્ણ તક આપવામાં આવી હતી, પરંતુ તેમ હોવા છતાં, જ્યારે તેણે આત્મસમર્પણ ન કર્યું ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આતંકવાદી પાસેથી એક હથિયાર અને કારતુસ વગેરે મળી આવ્યા છે. જ્યારે ઘાયલ નાગરિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલ નાગરિક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. માહિતી મળ્યા બાદ કાશ્મીર પોલીસે કેશવા ગામમાં CASO શરૂ કર્યું અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો. પોલીસનું કહેવું છે કે તેઓએ કહ્યું હતું કે, આતંકવાદીને અગાઉ શરણાગતિની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. બાદમાં તે એન્કાઉન્ટર દરમિયાન એખ આતંકી માર્યો ગયો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

આ પણ વાંચો – OMG! / 45 મિનિટ સુધી મૃત રહેલી મહિલા અચાનક જીવતી થઇ, ડોક્ટર્સની ટીમ ચોંકી ગઇ

મંગળવારે પણ બડગામમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો જે બાદ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ, કુલગામમાં શુક્રવારે બે આતંકી હુમલા થયા હતા, જેમાં એક રેલવે કોન્સ્ટેબલ શહીદ થયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓએ શામફોર્ડ સ્કૂલ પાસે નાથજીનાં પુત્ર બન્ટુ શર્મા તરીકે ઓળખાતા રેલવે કોન્સ્ટેબલ પર ગોળીબાર કર્યો હતો. તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.