Not Set/ અર્જુન કપૂરનો બાળપણનો આ ફોટો થયો વાયરલ, જુઓ

મુંબઇ, એક્ટર અર્જુન કપૂરના બાળપણનો એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ તસ્વીર તેમના કાકા સંજય કપૂરના લગ્નની છે, જેમાં વર-વધુની પાછળ અર્જુન માસુમ બેઠેલા જોવા મળી રહ્યો છે. આ ફોટો 2002 નો છે, જ્યારે સંજય માહિપ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે અર્જુન કપૂર 15 વર્ષના હતા. અર્જુન કપૂરને ફોટોમાં […]

Uncategorized
arju 1 અર્જુન કપૂરનો બાળપણનો આ ફોટો થયો વાયરલ, જુઓ

મુંબઇ,

એક્ટર અર્જુન કપૂરના બાળપણનો એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ તસ્વીર તેમના કાકા સંજય કપૂરના લગ્નની છે, જેમાં વર-વધુની પાછળ અર્જુન માસુમ બેઠેલા જોવા મળી રહ્યો છે.

આ ફોટો 2002 નો છે, જ્યારે સંજય માહિપ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે અર્જુન કપૂર 15 વર્ષના હતા. અર્જુન કપૂરને ફોટોમાં ઓળખી શકાય છે. આ પહેલા એક્ટરના બાળપણની ઘણી તસ્વીરો સામે આવી ચુકી છે.

arju અર્જુન કપૂરનો બાળપણનો આ ફોટો થયો વાયરલ, જુઓ

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવા આવે તો, અર્જુનની  છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘નમસ્તે લંડન’ હતી. આમાં તે પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા હતા. બોક્સ ઓફિસ પર મૂવી ફ્લોપ રહી છે. તેમની આગામી ફિલ્મોમાં સંદીપ અને પીંકી ફરાર, ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ અને પાનીપતનો સમાવેશ થાય છે.

ફિલ્મો ઉપરાંત, અર્જુન કપૂર આજકાલ મલાઈકા અરોરા સાથે અફેયરના કારણે પણ ચર્ચામાં છે. બંને અવારનવાર એક સાથે જોવા મળે છે. જોકે તેઓ તેમના રિલેશનશિપ અંગે ખુલીને કઈ વાત કરી નથી.  પરંતુ જે રીતે તેઓ સાથે જોવા મળી રહ્યા છે તેથી લાગી રહ્યું છે કે અર્જુન-મલાઈકા સાથે આગામી લગ્ન કરે તેવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે.