Not Set/ video: ઇશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં કંઈ આ રીતે ડાન્સ કર્યો ઐશ્વર્યા-દીપિકા

ઉદયપુર, ઇશા અંબાણીના પ્રી-વેડિંગ બેસમાં બોલિવૂડ સ્ટાર્સે ખુબ જ મસ્તી કરી. છેલ્લા બે દિવસથી તેમના ફોટા અને વીડીયો ઘણા વાયરલ થઇ રહ્યા છે. હવે એક નવો વીડીયો સામે આવ્યો છે જેમાં દીપિકા પદુકોણ અને ઐશ્વર્યા રાય બચ્ચન મસ્તી કરતા અને ડાન્સ કરતા જોવા મળી રહી છે. ઉદયપુરમાં શનિવાર અને રવિવારના રોજ, ઇશા અંબાણી અને આનંદ […]

Entertainment Videos
ep video: ઇશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં કંઈ આ રીતે ડાન્સ કર્યો ઐશ્વર્યા-દીપિકા

ઉદયપુર,

ઇશા અંબાણીના પ્રી-વેડિંગ બેસમાં બોલિવૂડ સ્ટાર્સે ખુબ જ મસ્તી કરી. છેલ્લા બે દિવસથી તેમના ફોટા અને વીડીયો ઘણા વાયરલ થઇ રહ્યા છે. હવે એક નવો વીડીયો સામે આવ્યો છે જેમાં દીપિકા પદુકોણ અને ઐશ્વર્યા રાય બચ્ચન મસ્તી કરતા અને ડાન્સ કરતા જોવા મળી રહી છે.

ઉદયપુરમાં શનિવાર અને રવિવારના રોજ, ઇશા અંબાણી અને આનંદ પિરામલની પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પરફોર્મન્સ આપ્યું હતું. રવિવારના રોજ અંબાણી પરિવાર જશ્નમાં મસ્ત  થઇ ગયો હતો. ઇન્ટરનેશનલ સિંગર બેયોન્સે પણ પરફોર્મ કયું હતું. આ સિવાય બધા સ્ટાર્સે અહીં આનંદ માણ્યા હતો. ઐશ્વર્યા રાય અને દીપિકા પાદુકોણને અહીં ડાન્સ કરતા જોવા મળી હતી. આ વીડીયો હવે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

અ પહેલા ઐશ્વર્યા રાય અને આરાધ્યાની રણવીર અને દીપિકા સાથે એક તસ્વીર પણ સામે આવી હતી. શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચન સહિતના ઘણા સ્ટાર્સ ઇશા અંબાણીના સંગીતમાં પરફોર્મ કર્યું હતું. તેમના સુંદર ફોટો સામે આવ્યા અને જોત-જોતામાં આ ફોટો ઇન્ટરનેટ પર છવાઇ ગયા હતા.