Not Set/ NTRની બાયોપિકમાં કંઇક આવો હશે વિદ્યા બાલનનો લૂક, ફોટો વાયરલ

મુંબઈ સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTR ની બાયોપિક Kathanayakuduથી વિદ્યા બાલન તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે જેમાં તે NTRની પત્નીની ભૂમિકામાં નજરે પડશે. વિદ્યાના ઇન્સ્ટાગ્રામ ફેનક્લબ એકાઉન્ટ પર એક્ટ્રેસનો ફોટો વાયરલ થઇ રહો છે. જેને એનટીઆર બાયોપિકમાં તેનો લૂક કહેવામાં આવી રહ્યો છે તસ્વીરમાં, વિદ્યાએ સફેદ અને લાલ બોર્ડરની સાડી પહેરી […]

Trending Entertainment
gyb NTRની બાયોપિકમાં કંઇક આવો હશે વિદ્યા બાલનનો લૂક, ફોટો વાયરલ

મુંબઈ

સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTR ની બાયોપિક Kathanayakuduથી વિદ્યા બાલન તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે જેમાં તે NTRની પત્નીની ભૂમિકામાં નજરે પડશે.

વિદ્યાના ઇન્સ્ટાગ્રામ ફેનક્લબ એકાઉન્ટ પર એક્ટ્રેસનો ફોટો વાયરલ થઇ રહો છે. જેને એનટીઆર બાયોપિકમાં તેનો લૂક કહેવામાં આવી રહ્યો છે તસ્વીરમાં, વિદ્યાએ સફેદ અને લાલ બોર્ડરની સાડી પહેરી છે. તેઓ સાઉથ ઇન્ડિયન લૂકમાં જોવા મળી રહી છે. તેને વાળમાં ગજરો લગાવેલો રહ્યો છે.

Instagram will load in the frontend.

એનટીઆર બાયોપિકમાં અભિનેત્રી રકુલ પ્રીતે શ્રીદેવીની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં, રાકુલનો લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે ફિલ્મમાં 20 મિનિટના રોલ માટે અભિનેત્રીને મોટી ફી મળી રહી છે. રાકુલને એનટીઆર બાયોપિકમાં 20ન મિનિટનો રોલ હશે, જે 2 ભાગોમાં રજૂ થશે. સ્ક્રીન પર, તેને એક સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીની ભૂમિકા માટે 1 કરોડ રૂપિયા ફિસ મળી રહી છે.

સાઉથ સિનેમાના દિગ્ગજ રાજકારણી અને અભિનેતા એનટીઆરનો બાયોપિક એક મોટો પ્રોજેક્ટ છે. તે કૃષ્ણ દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ બે ભાગમાં રજૂ થશે. પહેલો ભાગ આગામી વર્ષે 9 જાન્યુઆરીએ રિલીઝ થશે. બીજો ભાગ રિપબ્લિક ડે વિકેન્ડ પર રિલીઝ થશે.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ રૂ. 50 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી રહી છે. ફિલ્મની વાર્તા નંદમુરી તારકા રામ રાવ (એનટીઆર) ના જીવન વિશે છે. તે અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, સંપાદક અને રાજકારણી હતા. એટલું જ નહીં, તેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે 7 વર્ષ કાર્યરત રહ્યા છે.