Not Set/ હેપ્પી બર્થ ડે અમિતાભ બચ્ચન:  ફિલ્મમેકરોએ મહાનાયક સાથેની રેર મેમરી શેર કરી

મુંબઇ અમિતાભ બચ્ચન આજ સિનેમાના મહાનાયક છે પરંતુ એક્ટિંગના સિવાય એવી ઘણી વાતો છે જેના કારણે તે સદીના મહાનાયક પણ બન્યાં છે.બીગ સ્ટાર  અમિતાભ બચ્ચનનો આજે એટલે કે 11 ઓક્ટોમ્બરે જન્મદિવસ છે અને તે  76 વર્ષના થઇ ગયા છે. આશરે 50 વર્ષ  ફિલ્મી દુનિયાને આપનાર અમિતાભ બચ્ચને આજે દરેક લોકો સલામ કરે છે. હિન્દી સિનેમાની […]

Trending Entertainment
big હેપ્પી બર્થ ડે અમિતાભ બચ્ચન:  ફિલ્મમેકરોએ મહાનાયક સાથેની રેર મેમરી શેર કરી

મુંબઇ

અમિતાભ બચ્ચન આજ સિનેમાના મહાનાયક છે પરંતુ એક્ટિંગના સિવાય એવી ઘણી વાતો છે જેના કારણે તે સદીના મહાનાયક પણ બન્યાં છે.બીગ સ્ટાર  અમિતાભ બચ્ચનનો આજે એટલે કે 11 ઓક્ટોમ્બરે જન્મદિવસ છે અને તે  76 વર્ષના થઇ ગયા છે. આશરે 50 વર્ષ  ફિલ્મી દુનિયાને આપનાર અમિતાભ બચ્ચને આજે દરેક લોકો સલામ કરે છે.

હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘શોલે’ના નિર્દેશક રમેશ સિપ્પીના મુજબ શુટિંગ દરમિયાન અમિતાભ કેમરાના દરેક એન્ગલ અને લાઈટની દરેક કિરણનું  ખાસ ધ્યાન રાખતા હતા. સિપ્પીએ કહ્યું કે અમિતાભ માત્ર સ્ક્રિપ્ટ પર ધ્યાન આપનાર નહોતા પરંતુ કેમેરા ક્યાં છે, લાઈટ ક્યાં કટ થઇ રહી છે, બ્રેકગ્રાઉન્ડમાં કોઈ વસ્તુઓ તો નથી પડીને..એવી દરેક નાની ચીજોનું ધ્યાન રાખતા હતા.સેટ પર શું ચાલે છે તેની ઘણીવાર અમને ખબર હોય કે ના હોય પણ તેમને ખબર હતી.

Related image

સામાજિક મુદ્દા પર ફિલ્મો બનાવનાર પ્રકાશ ઝાને આમ તો ફિલ્મ ‘આરક્ષણ’ પહેલા અમિતાભ બચ્ચન સાથે કોઈ ઓળખાણ જ નહોતી. ઝાએ જણાવ્યું કે અમિત જીને કયારે પણ બીજાનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરવાની જરૂર પડતી નથી. અમિત જી દરેક એક્શનમાં 100 ટકા આપે છે અને દરેક લોકોનું ધ્યાન તેમના તરફ લઇ જાય છે.

Related image

અમિતાભ બચ્ચનના ડેડીકેશનની મિસાલ તો ફિલ્મ ‘શૂ બાઈટ’થી પણ મળે છે. આમ તો આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી પરંતુ ફિલ્મના નિર્દેશક શુજિત સરકાર એ દિવસ યાદ કરે છે જયારે બચ્ચનને તેમના પરિવારથી મળેલ ચેતવણીની પરવાહ કર્યા વગર ખતરનાક શોટ આપ્યા હતા અને આ વિશે ઘરે જાણ ન કરવાની ધમકી પણ આપી હતી.

bch%20jhoth%204 હેપ્પી બર્થ ડે અમિતાભ બચ્ચન:  ફિલ્મમેકરોએ મહાનાયક સાથેની રેર મેમરી શેર કરી

શુજિત યાદ કરે છે કે તે પહેલો દિવસ હતો અને પહેલા જ સીનમાં બસની પાછળ ચડવાનું હતું. ઘરથી ચેતવણી મળ્યા હતી કે વધારે ઉછળ-કુદ અને ભાગદોડ કરી નહીં કે મકે વધતી ઉમર અને ‘કુલી’નો દુખાવો હેરાન કરી રહ્યો હતો. પાંચ મિનીટના શોટને બચ્ચન સાહેબએ સેફ્ટી વગર કર્યો હતો પરંતુ તેમના મનમાં એ ડર હતો કે આ વિશે તેમની પત્નિ જયાને ખબર ન પડી જાય,

Related image

60 વર્ષની ઉંમર પછી પણ અમિતાભે આર. બાલ્કીની ‘ચીની કમ’ માટે નાની ઉંમરની છોકરી સાથે મોહબ્બત કરવાનું રિસ્ક લીધુ હતું. બાલ્કી કહે છે, “મિસ્ટર બચ્ચન એક સાચા ડારેક્ટર છે, ચીની કમ ના પ્રથમ દિવસે તેમણે એક સીન ત્રણ વખત કર્યો  તે સારો લાગતો ન હતો, મને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ? પછી એક સીન કર્યો જે પરફેક્ટ કરતા પણ વધુ સારો હતો.

Related image

અમિતાભ બચ્ચનની  ફિલ્મો રીમેક થઇ છે અને તેમનાથી એક છે ચંદ્ર બારોટની સુપરડુપર હીટ ફિલ્મ  ‘ડોન’.બારોટનું કહેવું છે કે માણસ પોતાને કામમાં વ્યસ્ત રાખે છે તો આગળ વધવામાં તેને સરળતા રહે છે. પરંતુ જયારે ફૂલ સ્ટોપ લાગે છે ત્યારે તેની જીંદગી રોકાય જાય છે.અમિતાભ બચ્ચને હંમેશા પોતાને કામમાં વ્યસ્ત રાખ્યા છે. એટલા માટે તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા છે.

Related image