Not Set/ ગોવિંદા ખોટું બોલે છે, પિતા જીવતા હતા ત્યારે ફોન પણ નહોતો કર્યો : સરફરાઝ 

મુંબઇ, તેઓ માત્ર મારા ગુરુ નહીં પણ મારા પિતા સમાન હતા. તેમનો જાદુઈ સ્પર્શ અને તેમની આભા એવી હતી કે દરેક કલાકારને તે સુપરસ્ટાર છે એવો અહેસાસ કરાવતા. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મારો પરિવાર આ ઘટના પર વ્યથિત છે. અમે શબ્દોમાં અમારુ દુઃખ વ્યક્ત નહીં કરી શકીએ. આવી ટ્વિટ કરીને કાદર ખાનને શ્રધાંજલિ આપનાર એક્ટર […]

Uncategorized
bbww ગોવિંદા ખોટું બોલે છે, પિતા જીવતા હતા ત્યારે ફોન પણ નહોતો કર્યો : સરફરાઝ 

મુંબઇ,

તેઓ માત્ર મારા ગુરુ નહીં પણ મારા પિતા સમાન હતા. તેમનો જાદુઈ સ્પર્શ અને તેમની આભા એવી હતી કે દરેક કલાકારને તે સુપરસ્ટાર છે એવો અહેસાસ કરાવતા. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મારો પરિવાર આ ઘટના પર વ્યથિત છે. અમે શબ્દોમાં અમારુ દુઃખ વ્યક્ત નહીં કરી શકીએ.

આવી ટ્વિટ કરીને કાદર ખાનને શ્રધાંજલિ આપનાર એક્ટર ગોવિંદાએ માત્ર ટ્વિટ કરીને જ કાદર ખાનને યાદ કર્યા છે.અભિનેતા સ્ક્રીપ્ટ રાઇટર અને ડાયરેક્ટર સ્વ. કાદર ખાનના પુત્ર સરફરાઝ ખાને અભિનેતા ગોવિંદાને એક નંબરનો દંભી અને ખોટા બોલો ગણાવ્યો હતો.

પહેલી જાન્યુઆરીએ કેનેડાની એક હૉસ્પિટલમાં કાદર ખાન અવસાન પામ્યા એ પછી બોલિવૂડની અન્ય સેલેબ્રિટિઝની જેમ ગોવિંદાએ પણ સદગતને અંજલિ આપતાં એવો દાવો કર્યો હતો કે મારા માટે કાદર ખાન પિતા સમાન હતા. સામાન્ય રીતે સ્વર્ગસ્થ વ્યક્તિનાં સ્વજનો આવું બધું સાંભળી લે છે પરંતુ સરફરાઝ ખાન આવા જૂઠાણાં સહન કરી શક્યો નહોતો.

સરફરાઝ ખાને કહ્યું કે ગોવિંદાને પૂછો તો ખરા કે પિતા સમાન અદાકાર બીમાર હતા ત્યારે કે એમના નિધન પછી ગોવિંદાએ અમને ક્યારેં ફોન કર્યો હતો? હવે મારા પિતા હયાત નથી ત્યારે એ આવા ખોટા દાવા કરે છે.

કાદર ખાનની શોકસભા મુંબઇમાં ભરાઈ ત્યારે પણ ગોવિંદાએ હાજરી આપવાની પણ તસ્દી નથી લીધી.આની પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસી ટીકા થઈ હતી.

ગોવિંદા અને કાદર ખાને ડઝનબંધ કોમેડી ફિલ્મો સાથે કરી હતી. સરફરાઝે કહ્યું કે બોલવા ખાતર આવું બોલવાની જરૃર નથી. મારા પિતા બીમાર હતા ત્યારે કોણે કેટલીવાર ખબર પૂછી અને મારા પિતા મરણ પામ્યા ત્યારે કોણે કેવો દિલાસો આપ્યો એની અમને જાણ છે. એ માટે મિડિયા પાસે મોટી મોટી વાતો કરવાની જરૃર નથી.