Not Set/ બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

કાજલ અગ્રવાલ, મુંબઈના એક પંજાબી પરિવારમાંથી આવતી આ અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ભલે બોલીવૂડથી કરી પણ એમને ઓળખાણ મળી દક્ષીણ ભારતીય ફિલ્મોથી. માસ કોમ્યુનીકેશન ભણેલી કાજલે થોડો સમય મિડિયાનું ભણ્યા બાદ મોડેલીંગ કરવા લાગી હતી. મુંબઈમાં ભણેલી કાજલે ગ્રેજ્યુએશન બાદ ફિલ્મો માટે ભણવાનું છોડી દીધું હતું. કાજલે પોતાના કરિયરની શરૂઆત 2004માં આવેલી ફિલ્મ કયું હો […]

Trending Entertainment
1 0 85b1245968bcd95a7dce98ecf959d149 બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

કાજલ અગ્રવાલ, મુંબઈના એક પંજાબી પરિવારમાંથી આવતી આ અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ભલે બોલીવૂડથી કરી પણ એમને ઓળખાણ મળી દક્ષીણ ભારતીય ફિલ્મોથી. માસ કોમ્યુનીકેશન ભણેલી કાજલે થોડો સમય મિડિયાનું ભણ્યા બાદ મોડેલીંગ કરવા લાગી હતી.

31055210014 066a347f07 b બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

મુંબઈમાં ભણેલી કાજલે ગ્રેજ્યુએશન બાદ ફિલ્મો માટે ભણવાનું છોડી દીધું હતું. કાજલે પોતાના કરિયરની શરૂઆત 2004માં આવેલી ફિલ્મ કયું હો ગયા ના થી કરી હતી. વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયની આ ફિલ્મમા કાજલ એક નાના કિરદારમા જોવા મળી હતી. આ કીરદારથી ભલે એમને બોલીવૂડમાં કામ ના મળ્યું પરંતુ દક્ષીણ ભારતીય નિર્દેશકોએ કાજલને નોટીસ કરી હતી.

kajal 2 બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

મોડેલીંગની દુનિયામાં કાજલે સારું કામ કર્યું હતું. અને એક બે વિજ્ઞાપનો બાદ એમને તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાણમમાં કામ મળ્યું. ત્યારબાદ કાજલે સતત પાંચ ફિલ્મોમાં કામ કર્યું. જોકે, આ ફિલ્મો બોક્સ ઓફીસ પર કમાલ ના કરી શકી અને કાજલ હીટ ના થઈ. આ દરમિયાન કાજલને બોલીવૂડમાં પણ કોઈ કામ મળ્યું નહતું.

Kajal Agarwal Full HD Wallpapers 41 બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

પરંતુ 2009માં રીલ્રીઝ થયેલી મગધીરાએ કાજલ માટે બધા સમીકરણ બદલી નાખ્યા. મગધીરામાં એમના કિરદારની ખુબ પ્રશંસા થઇ અને એમને મહત્વપૂર્ણ ફિલ્મોની ઓફર મળવા લાગી. બાહુબલી ફેમ પ્રભાસ સાથે એમની ફિલ્મ ડાર્લિંગથી કાજલ હીટ લીસ્ટમાં શામેલ થઇ ગઈ.

kajal agarwal in magadheera બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

વર્ષ 2011માં અજય દેવગન સાથે નીભાવેલા કિરદાર બદલ કાજલને બેસ્ટ ડેબ્યુનું નોમીનેશન પણ મળ્યું હતું. વર્ષ 2013માં એમને બીજી ફિલ્મ સ્પેશીયલ 26 મળી. ફિલ્મ સુપરહીટ રહી પરંતુ ફિલ્મમાં કાજલનો રોલ એકદમ નાનો હતો. આ દરમિયાન કાજલે કેટલીક દક્ષીણ ભારતીય ફિલ્મો પણ કરી.

kajal agarwal hot unscenes sexy pics બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

કાજલ પાસે તમિલ અને તેલુગુ સિનેમાની કેટલીક સારી અને બોક્સ ઓફીસ પર સક્સેસફૂલ ફિલ્મો છે પરંતુ 14 વર્ષોથી ફિલ્મોમાં સક્રિય આ અભિનેત્રી પાસે બોલીવૂડની કુલ 4 ફીલ્મો જ છે, જેમાં સિંઘમ ફિલ્મમા એમનો મહત્વપૂર્ણ રોલ હતો.

kajal 081712115640 બોલીવૂડમાં કાજલ અગ્રવાલની સફર : 14 વર્ષ અને ફક્ત 4 ફિલ્મો

વર્ષ 2016માં કાજલે ઘણી ફિલ્મો કરી, જેમાં એક હિન્દી ફિલ્મ દો લફ્ઝો કી કહાની પણ શામેલ છે. પરંતુ કાજલને આ ફિલ્મથી ખાસ ફાયદો નથી મળ્યો. બોલીવૂડમાં 14 વર્ષોમાં 4 ફિલ્મ કરવાવાળી કાજલ કદાચ એકલી જ લીડ એક્ટ્રેસ છે.