Not Set/ “કસૌટી….” માં કંઇક આ રીતે થશે કોમોલિકાનું મોત, જુઓ વિડીયો

મુંબઈ, સ્ટાર પ્લસનો શો “કસૌટી જીંદગી કી 2” ને હાલ ખૂબ પસંદ કરવામાં અવી રહી છે. શો સારી એવી ટીઆરપી મળી રહી છે. ટૂંક સમયમાં જ કોમોલિકાની શોથી વિદાય થવાની છે. હવે શો નો એક નવો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે કોમોલિકાનાં મૃત્યુ થઇ જશે. તે છત પરથી  નીચે પડી જશે. […]

Top Stories Entertainment Videos
HFFKSDJ 4 "કસૌટી...." માં કંઇક આ રીતે થશે કોમોલિકાનું મોત, જુઓ વિડીયો

મુંબઈ,

સ્ટાર પ્લસનો શો “કસૌટી જીંદગી કી 2” ને હાલ ખૂબ પસંદ કરવામાં અવી રહી છે. શો સારી એવી ટીઆરપી મળી રહી છે. ટૂંક સમયમાં જ કોમોલિકાની શોથી વિદાય થવાની છે. હવે શો નો એક નવો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે કોમોલિકાનાં મૃત્યુ થઇ જશે. તે છત પરથી  નીચે પડી જશે. જો કે અનુરાગ કોમોલિકાને બચાવવાનો પ્રયાસ કરે છે. પરતું તેનો કોઈ ફાયદો થતો નથી.

“કસૌટી જિંદગી કી 2” ના લેટેસ્ટ એપિસોડમાં બતાવામાં આવ્યું છે કે કોમોલિકા પોલીસ કસ્ટડીથી ભાગી જાય છે. ત્યાંથી ભાગીને તે સીધી બાસુ હાઉસ જાય છે, જ્યાં બધા પાર્ટીના મૂળમાં હોય છે. પાર્ટી ના કરને કોઈ પણ નોટિસ કરતું  નથી કે કોમોલિકા ત્યાં આવી છે. કોમોલિકા પાર્ટીમાં સ્લિવર કલરના ગાઉન પહેરીને પહોંચે છે. સાથે જ કોમોલિકાએ તેના ચહેરા પર માસ્ક પણ લગાવેલું હોય છે.

આપને જણાવી દઈએ એક બાસુ પરિવારે ટાપુર (અનુરાગની નાની બહેન) ના સસરાવાળાને પાર્ટી હોસ્ટ કરી હોય છે. આ દરમિયાન અનુરાગ તેના લેડી લવ પ્રેરણાને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવે છે. બંને રોમેન્ટિક નંબર પર ડાન્સ પણકરે છે.સાથે થડા પળ સાથે વિતાવે છે.

જો કે, તેમની ખુશી લાંબા સમય સુધી નથી રહેતી. કારણ કે જ્યારે અનુરાગ પ્રેરણાની આસપાસ નથી હોતો ત્યારે કોમોલિકા પ્રેરણા પર હુમલો કરે છે. તે પ્રેરણાને છત પરથી ધકો મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અનુરાગ ત્યારે જ ત્યાં આવી જાય છે અને પ્રેરણાને બચાવે છે. જ્યારે કોમોલિકા અનુરાગને છત પરથી ધાકો મારવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે દૂર જાય છે અને કોમોલિકા પર હુમલો ભારે પડે  છે. તે પોતે છત પરથી નીચે પડી જાય છે. અનુરાગ કોમોલિકાને બચવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોમોલિકા નીચે પડી જાય છે.

શું આ કોમોલિકાનો શોથી અંત છે? તે તો આવનારા એપિસોડમાં જ જાણવા મળશે.