Not Set/ વીડીયો: લાંબા સમય પછી આવી રહી છે ઇમરાન હાશ્મીની આ ફિલ્મ, જુઓ પોસ્ટર

મુંબઇ, બોલિવૂડનો કીસર ગણાતા ડેશિંગ ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘ચીટ ઇન્ડિયા’ ની તેના ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થામાં ફિલાયેલા ભષ્ટાચાર પર બની આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. લાંબા સમય પછી મોટા પડદા પર ઇમરાન હાશ્મીની ફિલ્મ જોવા માટે તેના ફેન્સ ઉત્સાહિત છે. ફેન્સની આતુરતા ફિલ્મના નવા પોસ્ટર સાથે વધુ થઇ જશે. ફિલ્મ મેકર્સે […]

Entertainment Videos
nna વીડીયો: લાંબા સમય પછી આવી રહી છે ઇમરાન હાશ્મીની આ ફિલ્મ, જુઓ પોસ્ટર

મુંબઇ,

બોલિવૂડનો કીસર ગણાતા ડેશિંગ ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘ચીટ ઇન્ડિયા’ ની તેના ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થામાં ફિલાયેલા ભષ્ટાચાર પર બની આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. લાંબા સમય પછી મોટા પડદા પર ઇમરાન હાશ્મીની ફિલ્મ જોવા માટે તેના ફેન્સ ઉત્સાહિત છે. ફેન્સની આતુરતા ફિલ્મના નવા પોસ્ટર સાથે વધુ થઇ જશે.

ફિલ્મ મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે.આ પોસ્ટરમાં ઇમરાન હાશ્મી ઇન્ટેન્સ લુકમાં જોવા મળે છે. તેમના હાથોમાં પૈસાની ગડ્ડીના ઉપર કોઈ શિક્ષણ સંસ્થાની બિલ્ડિંગ દેખાય છે. ઇમરાન હાશ્મી પણ ફિલ્મના આ પોસ્ટરને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે.

‘ચિટ ઇન્ડિયા’ થોડા દિવસ પહેલા વિવાદો પણ ફસાઈ ગઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક સોમિક સેન પર મીટુ અભિયાનમાં જાતીય શોષણના આરોપ લગાવવામાં આવ્યો હતો અને ઇમરાન હાશ્મી પર આ કેસમાં મૌન રહેવા પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. હવે ફિલ્મ પછી પાટા પર આવી ગઈ છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થયું હતું. ટ્રેલર માં શિક્ષણ ક્ષેત્રે ફેલાયેલ પૈસોનો ધંધો બતાવવામાં આવ્યો છે. તેને જોઈને દરેક હવે ફિલ્મની રાહ જોઈ રહ્યો છે.

જુઓ ફિલ્મનું ટ્રેલર: