Not Set/ ‘સબ કુશલ મંગલ’ નું પોસ્ટર આવ્યું સામે, પદ્મિની કોલ્હાપુરેનો પુત્ર અને રવિ કિશનની પુત્રી કરી રહ્યા છે ડેબ્યુ

અક્ષય ખન્નાની આગામી ફિલ્મ ‘સબ કુશલ મંગલ’ નું પોસ્ટર સામે આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 3 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સાથે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો પુત્ર પ્રિયંક શર્મા અને અભિનેતા રવિ કિશનની પુત્રી રેવા કિશન બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કરણ વિશ્વનાથ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મના પોસ્ટરની વચ્ચે વરરાજાની પાઘડી મુકવામાં આવી છે, જેને અક્ષય […]

Uncategorized Entertainment
Untitled 95 'સબ કુશલ મંગલ' નું પોસ્ટર આવ્યું સામે, પદ્મિની કોલ્હાપુરેનો પુત્ર અને રવિ કિશનની પુત્રી કરી રહ્યા છે ડેબ્યુ

અક્ષય ખન્નાની આગામી ફિલ્મ ‘સબ કુશલ મંગલ’ નું પોસ્ટર સામે આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 3 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સાથે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો પુત્ર પ્રિયંક શર્મા અને અભિનેતા રવિ કિશનની પુત્રી રેવા કિશન બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

કરણ વિશ્વનાથ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મના પોસ્ટરની વચ્ચે વરરાજાની પાઘડી મુકવામાં આવી છે, જેને અક્ષય અને પ્રિયંક લેવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે રેવા બ્લુ કલરના પોશાકમાં ઉભી છે. પ્રાચી નીતિન મનમોહન પણ આ ફિલ્મથી નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.

સબ કુશલ મંગલની વાર્તા બિહારમાં પ્રચલિત ‘પકડૌઆ વિવાહ’ પર આધારિત છે. જણાવી દઈએ કે બિહારમાં પકડૌઆ વિવાહ પહેલા છોકરાનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ઘરે લઇ જઇને લગ્ન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.