Not Set/ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’નું ન્યુ પોસ્ટર રિલીઝ

મુંબઈ સન પિક્ચરે ફિલ્મ ‘પેટ્ટા’થી સુપરસ્ટાર રજનીકાંતનો બીજો લૂક રિલીઝ કર્યો છે. 67 વર્ષીય રજનીકાંત આ પોસ્ટરમાં તેમની ઉમર કરતા ઘણા નાના જોવા મળી રહ્યા છે. તેમને સફેદ કપડા પહેર્યા છે અને માથા પર ચંદન લગાવ્યું છે. આ સિવાય રજનીકાંતે તેમની મૂછો પણ મોટી રાખી છે. રજનીકાંતનો આ લૂક જબરદસ્ત છે અને આ પોસ્ટર જોત-જોતામાં […]

Trending Entertainment
hhy સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'પેટ્ટા'નું ન્યુ પોસ્ટર રિલીઝ

મુંબઈ

સન પિક્ચરે ફિલ્મ ‘પેટ્ટા’થી સુપરસ્ટાર રજનીકાંતનો બીજો લૂક રિલીઝ કર્યો છે. 67 વર્ષીય રજનીકાંત આ પોસ્ટરમાં તેમની ઉમર કરતા ઘણા નાના જોવા મળી રહ્યા છે. તેમને સફેદ કપડા પહેર્યા છે અને માથા પર ચંદન લગાવ્યું છે. આ સિવાય રજનીકાંતે તેમની મૂછો પણ મોટી રાખી છે. રજનીકાંતનો આ લૂક જબરદસ્ત છે અને આ પોસ્ટર જોત-જોતામાં વાયરલ પણ થઇ જશે.

પોસ્ટર શેર કરતા સન પિક્ચરે કેપ્શનમાં લખ્યું કે ‘પેટ્ટા’ સેકેન્ડ લૂક’ ફિલ્મના પહેલા પોસ્ટરમાં રજનીકાંત અલગ અંદાજમાં જોવા મળી રહ્યા હતા. જયારે આ પોસ્ટરમાં તેમનો લૂક ખુબ જ અલગ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું આ પોસ્ટર જોઇને લાગે છે કે મુવીમાં  તેમનો કિરદાર ફરી હટકે અને બિંદાસ હશે. ‘પેટ્ટા’ના મોશન પોસ્ટરને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને તે ઝડપથી વાયરલ પણ થઇ રહ્યું હતું.

કાર્તિક શુભરાજના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મનું શુટિંગ શરુ કરવામાં આવ્યું છે. આ મુવીને Thalaivar 165ના ઉપનામથી પણ જાણવામાં આવી રહ્યું છે. આવુ એટલા માટે કે સુપરસ્ટાર રજનીકાંતની આ 165 મી ફિલ્મ છે અને આ ફિલ્મને લઈને ચાહકો પણ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

Image result for rajinikanth petta poster