Not Set/ ફિલ્મ ‘સંજુ’ના નિર્માતાને ગેંગસ્ટર અબુ સાલેમે નોટિસ ફટકારી

મુંબઇ મુંબઇની જેલમાં બંધ ગેંગસ્ટર અબુ સાલેમ ફિલ્મ ‘સંજુ’ના નિર્માતાઓને લિગલ નોટિસ મોકલી હતી. અબુ સાલેમે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં તેના વિશે ખોટી જાણકારી બતાવવામાં આવી છે અને નિર્માતાએ તેની માફી માંગવી જોઇએ. અબુ સાલેમે ફટકારેલી  નોટીસમાં લખવામાં આવ્યું છે કે જો ફિલ્મ મેકર્સ 15 દિવસમાં માફી નહીં માંગે તો તેના તરફથી માનહાનીનો કેસ કરવામાં આવશે. Gangster Abu Salem […]

Top Stories Trending Entertainment
kkl ફિલ્મ 'સંજુ'ના નિર્માતાને ગેંગસ્ટર અબુ સાલેમે નોટિસ ફટકારી

મુંબઇ

મુંબઇની જેલમાં બંધ ગેંગસ્ટર અબુ સાલેમ ફિલ્મ ‘સંજુ’ના નિર્માતાઓને લિગલ નોટિસ મોકલી હતી. અબુ સાલેમે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં તેના વિશે ખોટી જાણકારી બતાવવામાં આવી છે અને નિર્માતાએ તેની માફી માંગવી જોઇએ.

અબુ સાલેમે ફટકારેલી  નોટીસમાં લખવામાં આવ્યું છે કે જો ફિલ્મ મેકર્સ 15 દિવસમાં માફી નહીં માંગે તો તેના તરફથી માનહાનીનો કેસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘સંજુ’ અત્યાર સુધીમાં 2018ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ 300 મિલિયન ક્લબમાં દાખલ થઈ ચુકી છે. રણબીર કપૂરે ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા ભજવી હતી. આ રણબીર કપૂરની આ પહેલી ફિલ્મ છે કે જેમાં તેને સક્સેસફૂલ મોટુ કલેક્શન કર્યું છે. ક્રિટીક્સ અને દર્શકોને આ ફિલ્મ ખૂબ ગમી છે.સંજુ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર બોલીવૂડની છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મમાં પ્રથમ સપ્તાહમાં 100 કરોડનો આંકડો સ્પર્શ્યો હતો.

ફિલ્મમાં સંજય દત્તની ડ્રગ્સની આદત, અંડરવર્લ્ડથી કનેક્શન અને આર્મ્સ એક્ટમાં જેલની સજાના સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ રિલીઝ થયાના ઘણા દિવસો પછી, આ ફિલ્મ કાનૂની વિવાદમાં અટવાઈ ગઇ છે.