Not Set/ શ્રદ્ધા કપૂરને થયો ડેન્ગ્યુ, રોકી દીધુ સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શુટિંગ

મુંબઈ તાજેતરમાં જાણવા મળ્યું હતું કે શ્રદ્ધા કપૂરે બેડમિંટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શુટિંગ શરુ કર્યું છે. આ મૂવીનું ડાયરેક્શન અમોલ ગુપ્તે દ્રારા કરવામાં આવી રહ્યું છે અને હવે ન્યુઝ મળી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરે આ ફિલ્મનું શુટિંગ રોકી દીધું છે. કેમકે તેને ડેન્ગ્યુ થઈ ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા કપૂરે થોડા […]

Trending Entertainment
hgb શ્રદ્ધા કપૂરને થયો ડેન્ગ્યુ, રોકી દીધુ સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શુટિંગ

મુંબઈ

તાજેતરમાં જાણવા મળ્યું હતું કે શ્રદ્ધા કપૂરે બેડમિંટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શુટિંગ શરુ કર્યું છે. આ મૂવીનું ડાયરેક્શન અમોલ ગુપ્તે દ્રારા કરવામાં આવી રહ્યું છે અને હવે ન્યુઝ મળી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરે આ ફિલ્મનું શુટિંગ રોકી દીધું છે. કેમકે તેને ડેન્ગ્યુ થઈ ગયો છે.

Image result for shraddha kapoor saina nehwal

સુત્રોના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા કપૂરે થોડા દિવસ પહેલા  મહેસુસ કરી રહી હટતી કે તેની તબિયત સારી નથી. ત્યાર પછી તેને 27 સપ્ટેમ્બરે ફિલ્મનું શુટિંગ બંધ કરી દીધું અને તપાસ કરાવી તો તેને જણવા મળ્યું કે તેને ડેન્ગ્યુ થઇ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા 2 દિવસ પછી ફિલ્મ સેટ પર પરત આવી શકે છે. આ દરમિયાન અમોલએ સાઈનાના નાનપણના ભાગને ચાઈલ્ડ આર્ટિસ્ટ સાથે શૂટ કરી રહ્યા છે.

Image result for shraddha kapoor

આ ન્યુઝને ક્ન્ફોમ કરતા પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે શ્રદ્ધા છેલ્લા કેટલાક મહિનાથી ઘણી વ્યસ્ત હતી અને એવું લાગે છે કે એટલા માટે તેના સ્વાસ્થ્ય પર ઘણો ફર્ક પડ્યો છે. અમે આ સ્થિતિમાં તેની સાથે સહાનુભૂતિ અનુભવીએ છીએ. અમે ટૂંક સમયમાં જ તેના આરોગ્ય વિશે જાણીશું અને પછી જાણી શકાશે તે ક્યારે કામ પરત આવી શકશે.

Image result for shraddha kapoor saina nehwal

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે શ્રદ્ધા ખુબ જ ટ્રેનિંગ લીધી છે. જેઠ કરીને તે સાઈનાનના કિરદારનને સારી રીતે નિભાવી શકે અને આ માટે સાઈનાએ પોતે શ્રદ્ધાને ટ્રેનિંગ આપી છે. હાલમાં જ ફિલ્મથી શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો અને માનવામાં આવી રહ્યું છે કે આ મુવી આગામી વર્ષે રિલીઝ થઈ શકે છે.